Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મિલન સિનેમા નજીક ઇલેક્ટ્રીક ટીસીમાં આગ લાગી

    June 26, 2026

    Surendranagar: જિલ્લા પંચાયતની સમિતિઓ જાહેર

    June 26, 2026

    Surendranagar: મહોરમ-તાજીયાના તહેવારને લઈને ટ્રાફિક રૂટ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

    June 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મિલન સિનેમા નજીક ઇલેક્ટ્રીક ટીસીમાં આગ લાગી
    • Surendranagar: જિલ્લા પંચાયતની સમિતિઓ જાહેર
    • Surendranagar: મહોરમ-તાજીયાના તહેવારને લઈને ટ્રાફિક રૂટ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
    • Surendranagar: ધ્રાંગધ્રા પોલીસે પ્રોહીબિશન ડ્રાઇવ યોજી : પાંચ શખ્સો સામે ગુનો દાખલ
    • Surendranagar: વધુ એક વિકાસના કામમાં કૌભાંડ આવ્યું સામે
    • Surendranagar: વિઠલાપરા વિરમગામ રોડ ઉપર ત્રીપલ અકસ્માતમાં આધેડનું મોત
    • Surendranagar: તરણેતર પાસેથી ગેરકાયદેસર ખનીજ ભરેલું ડમ્પર ઝડપાયું
    • Surendranagar: ધ્રાંગધ્રાનાં નવલગઢ પાસેથી 300 લીટર દારૂ સાથે એક શખ્સ પકડાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cupમાં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને હરાવી ઇક્વાડોર નોકઆઉટમાં
    ખેલ જગત

    FIFA World Cupમાં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને હરાવી ઇક્વાડોર નોકઆઉટમાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 26, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York, તા. 26
    ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજનો 15મો દિવસ ફૂટબોલ ઇતિહાસનાં કેટલાક સૌથી મોટા ઉલટફેર અને ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બન્યો છે. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ઇક્વાડોરે ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવીને નોકઆઉટમાં જગ્યા બનાવી લીધી.

    બીજી તરફ, આઇવરી કોસ્ટે પણ કુરાસાઓને 2-0થી માત આપીને પહેલીવાર નોકઆઉટ સ્ટેજમાં ક્વોલિફાય કર્યું છે. શુક્રવારે રમાયેલી ગ્રુપ-ઋની મેચોમાં નેધરલેન્ડ્સે ટ્યુનિશિયાને 3-1થી હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે જાપાન અને સ્વીડન વચ્ચેનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો. આ પરિણામ સાથે જાપાન અને સ્વીડન બંને આગલા રાઉન્ડમાં પહોંચી ગયા છે.

    હવેથી થોડી જ વારમાં ગ્રુપ-ડીના અંતિમ મુકાબલાઓ શરૂ થશે, જ્યાં યજમાન અમેરિકાનો સામનો તુર્કિયે સામે થશે, જ્યારે પેરાગે અને ઓસ્ટ્રેલિયા આમને-સામને ટકરાશે. આ બંને મેચોના પરિણામો ગ્રુપ-ડીની અંતિમ અંક તાલિકા અને નોકઆઉટ સ્ટેજનું ચિત્ર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

    ઇક્વાડોરે જર્મનીને હરાવીને કર્યો મોટો ઉલટફેર
    વિશ્વ ફૂટબોલની સૌથી સફળ ટીમોમાં સામેલ જર્મનીને આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. ઈસ્ટ રધરફોર્ડમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ઇક્વાડોરે શાનદાર વાપસી કરીને જર્મનીને 2-1થી હરાવ્યું હતું.

    મેચની શરૂઆત જર્મની માટે ધમાકેદાર રહી હતી અને બીજી જ મિનિટે લેરોય સાનેએ ગોલ કરીને ટીમને લીડ અપાવી દીધી હતી. એવું લાગતું હતું કે જર્મની વધુ એક આસાન જીત તરફ વધી રહ્યું છે, પરંતુ ઇક્વાડોરે ઘૂંટણ ન ટેક્યા.

    મેચની 9મી મિનિટે નિલ્સન એંગુલોએ શાનદાર ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. ત્યારબાદ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેચની સૌથી નિર્ણાયક ક્ષણ 77મી મિનિટે આવી જ્યારે ગોન્ઝાલો પ્લાટાએ કોર્નરથી મળેલી તકને ગોલમાં ફેરવી નાખી.

    આ ગોલ જ ઇક્વાડોરની ઐતિહાસિક જીતનું કારણ બન્યો. ઇક્વાડોરે વર્લ્ડ કપના ઇતિહાસમાં માત્ર બીજી વખત નોકઆઉટમાં જગ્યા બનાવી છે, આ પહેલા ટીમે 2006માં જર્મનીમાં રમાયેલા વર્લ્ડ કપમાં અંતિમ-16 સુધીની સફર ખેડી હતી. બીજી તરફ જર્મનીની ટીમ પહેલાં જ આગલાં રાઉન્ડ માટે ક્વોલિફાય કરી ચૂકી હતી, પરંતુ આ હાર સાથે તેની સતત 11 મેચોની જીતનો સિલસિલો તૂટી ગયો છે.

    મેચનાં સર્વશ્રેષ્ઠ ખેલાડી (પ્લેયર ઓફ ધ મેચ) : નિલ્સન એંગુલો (ઇક્વાડોર)

    આઇવરી કોસ્ટે પહેલીવાર નોકઆઉટમાં સ્થાન બનાવ્યું
    ફિલાડેલ્ફિયામાં રમાયેલા મુકાબલામાં આઇવરી કોસ્ટે કુરાસાઓને 2-0થી હરાવીને નવો ઇતિહાસ રચી દીધો છે. ટીમનાં સ્ટાર ફોરવર્ડ નિકોલસ પેપેએ મેચમાં બંને ગોલ કરીને જીત સુનિશ્ચિત કરી હતી.

    પેપેએ પ્રથમ ગોલ મેચની 7મી મિનિટે કર્યો હતો, જ્યારે બીજો ગોલ 64મી મિનિટે કરીને જીત પાકી કરી દીધી હતી. ચાર વર્લ્ડ કપ રમવા છતાં આઇવરી કોસ્ટ આ પહેલાં ક્યારેય ગ્રુપ સ્ટેજ પાર કરી શક્યું ન હતું, જે સપનું આ વખતે આખરે પૂરું થયું છે.

    જીત બાદ ખેલાડીઓ મેદાન પર ઘૂંટણિયે બેસી ગયા હતા અને આકાશ તરફ એક આંગળી ઉઠાવીને જશ્ન મનાવ્યો હતો, જે તેમના પ્રથમ નોકઆઉટ ક્વોલિફિકેશનનો પ્રતીકાત્મક ઈશારો હતો. પેપેએ મેચ બાદ જણાવ્યું કે ટીમ હવે કોઈ સીમાઓ વિશે નથી વિચારી રહી અને અમારો લક્ષ્ય જેટલું આગળ જઈ શકાય એટલું આગળ જવાનો છે.

    હવે 30 જૂને નોકઆઉટમાં આઇવરી કોસ્ટનો સામનો ફ્રાન્સ અથવા નોર્વેમાંથી કોઈ એક ટીમ સામે થશે. નિકોલસ પેપે દ્વારા 7મી મિનિટે કરવામાં આવેલો આ ગોલ વર્લ્ડ કપ ઇતિહાસમાં આઇવરી કોસ્ટ તરફથી થયેલો સૌથી ઝડપી ગોલ બની ગયો છે.

    નેધરલેન્ડ્સે આક્રમક રમતથી ટ્યુનિશિયાને હરાવ્યું
    ગ્રુપ-એફની મેચમાં શુક્રવારે નેધરલેન્ડ્સે ટ્યુનિશિયાને 3-1થી માત આપીને ગ્રુપમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે. નેધરલેન્ડ્સે મેચની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને મેચની 7મી મિનિટે જ બ્રાયન બ્રોબીએ પ્રથમ ગોલ દાગી દીધો હતો. ત્યારબાદ ટ્યુનિશિયાએ વાપસી માટે સખત પ્રયાસો કર્યા અને 54મી મિનિટે હાજેમ મસ્તૌરીએ ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો.

    જો કે, ડચ ટીમે જરાય સમય ગુમાવ્યાં વિના ફરીથી લીડ મેળવી લીધી હતી ; 62મી મિનિટે જાન પોલ વાન હેકેએ શાનદાર ગોલ કર્યો. આ પછી 73મી મિનિટે ટ્યુનિશિયાના એલિયેસ શ્કિરીથી એક ઓન ગોલ થઈ ગયો, જેના કારણે નેધરલેન્ડ્સની 3-1થી જીત સંપૂર્ણપણે પાકી થઈ ગઈ. આ જીત સાથે નેધરલેન્ડ્સ કુલ 7 પોઈન્ટ સાથે ગ્રુપ-ઋમાં પહેલાં સ્થાને રહ્યું.

    વર્લ્ડ કપ ઇતિહાસની પોતાની 58 મેચોમાં આ પ્રથમ વાર બન્યું છે જ્યારે નેધરલેન્ડ્સે કોઈ મેચની શરૂઆતની પ્રથમ 7 મિનિટની અંદર બે ગોલ નોંધાવ્યા હોય. નેધરલેન્ડ્સનો મુકાબલો હવે 29 જૂને મોન્ટેરીમાં ગ્રુપ-ઈની રનર-અપ ટીમ મોરોક્કો સામે થશે.

    જાપાન અને સ્વીડન વચ્ચેનો મુકાબલો બરાબરી પર છૂટ્યો
    ગ્રુપ-એફની બીજી મેચમાં જાપાન અને સ્વીડન વચ્ચેનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો. પ્રથમ હાફમાં બંનેમાંથી એક પણ ટીમ ગોલ કરી શકી ન હતી. મેચની 56મી મિનિટે ડાઇઝન માએદાએ ગોલ કરીને જાપાનને 1-0ની સરસાઈ અપાવી દીધી હતી, પરંતુ સ્વીડને પણ હાર ન માની અને માત્ર 6 મિનિટ બાદ એટલે કે 62મી મિનિટે એન્થોની એલાન્ગાએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો. આ પછી બંને ટીમોએ ગોલ કરવા માટે ઘણા પ્રયાસો અને તકો બનાવી, પરંતુ કોઈ વિજયી ગોલ ન થઈ શક્યો.

    આ ડ્રો બાદ જાપાન ગ્રુપમાં બીજા સ્થાને રહીને નોકઆઉટ (રાઉન્ડ ઓફ 32)માં પહોંચી ગયું છે. જાપાન વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના અજેય રહીને આગલાં રાઉન્ડમાં પહોંચ્યું છે.

    આગામી મેચોનું સમયપત્રક ભારતીય સમયાનુસાર
    16મો દિવસ ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં શનિવારે છ મહત્વનાં મુકાબલા રમાશે. સૌથી વધુ નજર ગ્રુપ-આઇની નોર્વે વિરૂધ્ધ ફ્રાન્સ મેચ પર રહેશે. આ સિવાય સેનેગલ અને ઇરાક પણ નોકઆઉટની રેસમાં પોઈન્ટ મેળવવા ઉતરશે.

    ગ્રુપ-આઇમાં સ્પેન અને ઉરૂગ્વે વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ થશે, જ્યારે સાઉદી અરેબિયા કાબો વર્ડે સામે ટકરાશે. દિવસનાં અંતિમ મુકાબલામાં ગ્રુપ-જી હેઠળ બેલ્જિયમ ન્યૂઝીલેન્ડ સામે અને ઇજિપ્ત ઇરાન સામે રમશે.

    champion Germany FIFA World Cup
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    બેલફાસ્ટમાં Vaibhav Effect ! નેટ સેશનમાં જોવા ભીડ ઉમટી પડી

    June 26, 2026
    ખેલ જગત

    Cricket ચાહકોની મજા ડબલ કરવા આયર્લેન્ડનો મોટો નિર્ણય, ભારત સામેની T20 મેચોનો સમય બદલાયો

    June 26, 2026
    ખેલ જગત

    Shafali ની અડધી સદીએ સેમિફાઇનલની આશા જીવંત રાખી

    June 26, 2026
    ખેલ જગત

    FIFA World Cup: મોજામાં કાણાં પાડીને કેમ રમી રહ્યાં છે ખેલાડીઓ?

    June 26, 2026
    ખેલ જગત

    FIFA World Cupમાં ફૂટબોલની બે `ગોલ મશીનો’ આજે સામસામે

    June 26, 2026
    ખેલ જગત

    ગોલના વરસાદ વચ્ચે અત્યાર સુધી 13 ટીમો knockout round માં પહોંચી

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: મિલન સિનેમા નજીક ઇલેક્ટ્રીક ટીસીમાં આગ લાગી

    June 26, 2026

    Surendranagar: જિલ્લા પંચાયતની સમિતિઓ જાહેર

    June 26, 2026

    Surendranagar: મહોરમ-તાજીયાના તહેવારને લઈને ટ્રાફિક રૂટ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

    June 26, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા પોલીસે પ્રોહીબિશન ડ્રાઇવ યોજી : પાંચ શખ્સો સામે ગુનો દાખલ

    June 26, 2026

    Surendranagar: વધુ એક વિકાસના કામમાં કૌભાંડ આવ્યું સામે

    June 26, 2026

    Surendranagar: વિઠલાપરા વિરમગામ રોડ ઉપર ત્રીપલ અકસ્માતમાં આધેડનું મોત

    June 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મિલન સિનેમા નજીક ઇલેક્ટ્રીક ટીસીમાં આગ લાગી

    June 26, 2026

    Surendranagar: જિલ્લા પંચાયતની સમિતિઓ જાહેર

    June 26, 2026

    Surendranagar: મહોરમ-તાજીયાના તહેવારને લઈને ટ્રાફિક રૂટ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

    June 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.