Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો
    • ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi
    • Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ
    • જીંદમાં Khatu Shyam ના દર્શન માટે જઈ રહેલા એક પરિવારને ટ્રકે કચડી નાખ્યો, જેમાં ત્રણ લોકોના મોત
    • કોઈપણ કિંમતે જૂથવાદ સહન કરવામાં આવશે નહીં,સપા પ્રમુખ Akhilesh Yadav
    • જુલાઈમાંચાર રવિવાર અને બે શનિવારની રજાઓ ઉપરાંત, વિવિધ સ્થાનિક તહેવારો માટે કુલ છ રજાઓ રહેશે
    • ધારાસભ્યો ભલે ગયા હોય, પરંતુ શિવસેના મજબૂત છે, શિવસેના યુબીટીના વડા Uddhav Thackeray
    • Maharashtra ના થાણેમાં પરીક્ષા પહેલા ટીઇટી પેપર લીક, પરીક્ષા રદ; કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»નારોલમાં નકલી પોલીસ બની તોડ કરતી ટોળકીના ૨ સાગરીતો ઝડપાયા
    અમદાવાદ

    નારોલમાં નકલી પોલીસ બની તોડ કરતી ટોળકીના ૨ સાગરીતો ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભોગ બનનારે હિંમત ભેગી કરી આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી

    Ahmedabad,તા27

    અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ચીરીપાલ કંપનીમાં કામ કરતા એક નિર્દોષ કર્મચારીને રસ્તામાં રોકીને બે શખ્સોએ હપ્તાખોરી આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ શખ્સોએ પોતાની ઓળખ રુઆબદાર પોલીસ અધિકારી તરીકે આપી હતી. પહેલા તો તેમણે કર્મચારી પાસે તેનું ઓળખપત્ર ચેક કરવા માંગ્યું અને બાદમાં ‘તમે મજૂરોને સમયસર નાણાં કેમ ચૂકવતા નથી?’ તેમ કહી પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડરનો માહોલ ઊભો કર્યો હતો.

    નકલી પોલીસ બનેલા આ ગઠિયાઓએ કર્મચારીને એટલો ડરાવી દીધો હતો કે, તે કાયદાકીય ગૂંચવણથી બચવા માટે આજીજી કરવા લાગ્યો છે. આરોપીઓએ શરૂઆતમાં કેસ રફેદફે કરવા માટે ૪૫,૦૦૦ની મોટી રકમ માંગી હતી. જોકે, કર્મચારી પાસે એટલા પૈસા ન હોવાથી આખરે તેની પાસે રહેલા ૧૦,૫૦૦ રોકડા પડાવીને બંને નકલી પોલીસ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ભોગ બનનારે હિંમત ભેગી કરી આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

    ઘટનાની ગંભીરતાને જોઈને નારોલ પોલીસે તુરંત એક્શન લીધા હતા. પોલીસે ઘટના સ્થળ અને તેની આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંગોળ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ નારોલ વિસ્તારમાંથી અયુબ શાહ અને રવિ રાજપૂત નામના બે આરોપીઓને દબોચી લીધા હતા. પૂછપરછમાં બંનેએ નકલી પોલીસ બનીને જ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે, અને તેમની પાસેથી લૂંટની રોકડ રકમ પણ રિકવર કરાઈ છે.

    પોલીસ તપાસમાં આ ટોળકીની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી નીકળી છે. આરોપી અયુબ અને રવિ અગાઉ કોઈ ગુનામાં જેલમાં ગયા હતા, જ્યાં તેમની મુલાકાત થઈ અને દોસ્તી પાકી થઈ ગઈ. જેલમાંથી છૂટ્યા બાદ બંને જણા નારોલ વિસ્તારમાં રિક્ષા ચલાવતા હતા. રિક્ષા ચલાવતી વખતે તેઓ રસ્તા પર એકલ-દોકલ જતા સામાન્ય શ્રમિકો કે સીધા-સાદા લોકોને ટાર્ગેટ કરતા અને ખાખી વર્દીનો રોફ જમાવીને લૂંટ ચલાવતા હતા.

    પોલીસના હાથે ઝડપાયેલો અયુબ શાહ કોઈ નાનો-મોટો ગઠિયો નથી, પરંતુ એક પાકો અને રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ નકલી પોલીસ બનીને લૂંટ ચલાવવાના ૫ ગુના, હત્યાનો ૧ ગુનો અને છેતરપિંડીનો ૧ મળીને કુલ ૭ ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે તેના સાથીદાર રવિ રાજપૂત સામે પણ ઘરફોડ ચોરી સહિતના ૫ ગુનાઓ નોંધાયેલા છે. હાલ નારોલ પોલીસે બંનેના કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી શહેરમાં આચરેલા અન્ય ગુનાઓનો ભેદ પણ ઉકેલી શકાય.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    મધ્યાહન ભોજન યોજનાના લાખો કર્મચારીઓ ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતર્યા

    June 27, 2026
    અમદાવાદ

    સાઉથ બોપલની ખાનગી સ્કૂલમાં પ્રિ-પ્રાયમરીના વિદ્યાર્થી સાથે અડપલાં

    June 27, 2026
    અમદાવાદ

    Shahpurના EWS આવાસોમાં ૧૭ મકાનનાં તાળાં તોડી ગેરકાયદે કબજો

    June 27, 2026
    અમદાવાદ

    Vishwamitri River માં પૂરના પાણી આવતા અટકાવવા નવા ૧૯ ચેકડેમ બનાવાશે

    June 27, 2026
    અમદાવાદ

    ભાટિયામાં જ્વેલર્સ શોપમાંથી સોનાના ચેનની ચોરી થઇ

    June 27, 2026
    અમદાવાદ

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ફરી એકવાર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026

    જીંદમાં Khatu Shyam ના દર્શન માટે જઈ રહેલા એક પરિવારને ટ્રકે કચડી નાખ્યો, જેમાં ત્રણ લોકોના મોત

    June 27, 2026

    કોઈપણ કિંમતે જૂથવાદ સહન કરવામાં આવશે નહીં,સપા પ્રમુખ Akhilesh Yadav

    June 27, 2026

    જુલાઈમાંચાર રવિવાર અને બે શનિવારની રજાઓ ઉપરાંત, વિવિધ સ્થાનિક તહેવારો માટે કુલ છ રજાઓ રહેશે

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.