સફાઈ કર્મચારીએ શારીરિક અડપલાં કર્યા, વાલીઓમાં રોષઃ કસૂરવાર કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો
Ahmedabad, તા.૨૭
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગણાતા સાઉથ બોપલની સ્કૂલમાં માસૂમ બાળક સાથે અડપલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાઉથ બોપલ સ્થિત ન્ડ્ઢઇ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિ-પ્રાયમરી વિભાગમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે સ્કૂલના જ એક સફાઈ કર્મચારીએ શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં અને વાલી આલમમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાના પગલે સ્કૂલે તાત્કાલીક સફાઈ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.મળતી વિગતો અનુસાર, પ્રિ-પ્રાયમરી સ્કૂલનો આ માસૂમ વિદ્યાર્થી જ્યારે સ્કૂલ દરમિયાન વોશરૂમ (ટોઈલેટ)માં ગયો હતો, ત્યારે ત્યાં હાજર સફાઈ કર્મચારીએ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ અણધારી ઘટનાથી માસૂમ બાળક ભારે ગભરાઈ ગયો હતો અને હેબતાઈ ગયો હતો. સ્કૂલ છૂટ્યા બાદ જ્યારે બાળક ઘરે પહોંચ્યો ત્યારે તેના મનમાં ચાલી રહેલો ડર અને ગભરામણ જોઈને માતા-પિતાએ પૃચ્છા કરી હતી. બાળકે હિંમત ભેગી કરીને તેની સાથે વોશરૂમમાં ઘટેલી સમગ્ર હકીકત પોતાના માતા-પિતાને જણાવી હતી. આ ઘટનાની ગંભીરતાને જોઈને રોષે ભરાયેલા વાલીઓ તાત્કાલિક પોતાના બાળકને સાથે રાખીને ન્ડ્ઢઇ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દોડી ગયા હતા. તેમણે સ્કૂલના સંચાલકો અને મેનેજમેન્ટ સમક્ષ આ મામલે રજૂઆત કરી હતી. સ્કૂલ કેમ્પસમાં બાળકની સુરક્ષામાં થયેલી આ ગંભીર ચૂક બાદ સ્કૂલ મેનેજમેન્ટ પણ સફાળું જાગ્યું હતું અને સમગ્ર મામલે તાત્કાલિક આંતરિક તપાસ શરૂ કરી દીધી હતી. ઘટનાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્કૂલ પ્રશાસન દ્વારા સફાઈ કર્મચારીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.સ્કૂલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે સફાઈ કર્મચારીએ આ શરમજનક કૃત્ય કર્યું છે તે આધેડ વયના છે. આ કર્મચારીનું આખું કુટુંબ છેલ્લા ૪ વર્ષથી આ જ સ્કૂલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. અત્યાર સુધીના ચાર વર્ષના સમયગાળા દરમિયાન આ કર્મચારી કે તેના પરિવાર સામે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ કે ગેરવર્તણૂકની ફરિયાદ સામે આવી ન હતી. જોકે, તેમ છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ઘટનાની ગંભીરતાને જોતા સામેથી જ ઘટનાની સત્તાવાર જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડ્ઢઁર્ઈં)ને કરી હતી અને બોપલ પોલીસને પણ જાણ કરી હતી. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળે છે.

