Mumbai,તા.૨૭
શ્રેયસ ઐયરની ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે સારી શરૂઆત રહી નથી. તેમની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઇન્ડિયાને આયર્લેન્ડ સામેની પહેલી ટી ૨૦ મેચમાં ૩૪ રનથી હારનો સામનો કરવો પડ્યો. આયર્લેન્ડે આ ફોર્મેટમાં પહેલી વાર ટીમ ઇન્ડિયાને હરાવ્યું. બેલફાસ્ટમાં રમાયેલી આ મેચમાં, કેપ્ટન ઐયરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૯ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા. જવાબમાં, ૧૮૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ભારતીય ટીમ ૧૮.૫ ઓવરમાં ફક્ત ૧૪૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
શ્રેયસ ઐયર કેપ્ટન તરીકે પોતાની પહેલી ટી ૨૦ મેચ હારી જનારો ચોથો ભારતીય છે. તેના પહેલા, ત્રણ અન્ય ભારતીય ખેલાડીઓ કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ હારી ચૂક્યા છે. આ યાદીમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને ઋષભ પંતનો પણ સમાવેશ થાય છે. વિરાટ કોહલી કેપ્ટન તરીકે પોતાની પહેલી ટી ૨૦ મેચ હારી જનાર પ્રથમ ભારતીય હતો. વિરાટ કોહલીએ ૨૦૧૭ માં મહેન્દ્ર સિંહ ધોની પાસેથી કેપ્ટનશીપ સંભાળી હતી. કેપ્ટન તરીકેની તેમની પહેલી મેચ કાનપુરમાં ઇંગ્લેન્ડ સામે હતી, જ્યાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો.
ટી ૨૦ ટીમનું નેતૃત્વ કર્યું હતું. કેપ્ટન તરીકેની તેમની પહેલી જ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન, ૨૦૨૪ માં, શુભમન ગિલને ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ ગિલ પણ નબળી ઝિમ્બાબ્વે ટીમ સામે પોતાની પહેલી મેચ હારી ગયો. હવે, શ્રેયસ ઐયર પણ આ યાદીમાં જોડાઈ ગયો છે, તેણે આયર્લેન્ડ સામે કેપ્ટન તરીકે પોતાની પહેલી ્૨૦ મેચ હારી. ઐયર આવું કરનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે.
ભારતીય કેપ્ટન જેમણે પોતાની પહેલી ટી ૨૦ મેચ હારી
વિરાટ કોહલી વિરુદ્ધ ઇંગ્લેન્ડ, કાનપુર ૨૦૧૭
ઋષભ પંત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, દિલ્હી ૨૦૨૨
શુભમન ગિલ વિરુદ્ધ ઝિમ્બાબ્વે, હરારે ૨૦૨૪
શ્રેયસ ઐયર વિરુદ્ધ આયર્લેન્ડ, બેલફાસ્ટ ૨૦૨૬
ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ જીત્યા પછી, ભારતીય ટીમે તેની પહેલી ટી ૨૦ મેચ રમી, પરંતુ આ નવી સફર હાર સાથે શરૂ થઈ. ૨૦૨૪ માં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યા પછી તેની પહેલી મેચ હારી ગયું હતું. તે સમયે, ઝિમ્બાબ્વેએ હરારેમાં ભારતીય ટીમને હરાવી હતી, અને શુભમન ગિલ ટીમનો કેપ્ટન હતો.

