Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં
    • Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા
    • Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન
    • PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા
    • તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.
    • આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે
    • જેવી કરણી તેવી ભરણી
    • 28 જૂનનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા
    રાષ્ટ્રીય

    PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તેઓ દરિયાઈ સુરક્ષા, બ્લૂ ઇકોનોમી, ડિજિટલ સહયોગ અને MAHASAGAR વિઝન સહિતના મુદ્દાઓ પર ચર્ચા

    New Delhi, તા.૨૭

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ૩ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ માટે રવાના થયા છે. ૨૭થી ૨૯ જૂન સુધી ચાલનારી આ મુલાકાત દરમિયાન તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતિ ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લેશે. વડાપ્રધાન આ પ્રવાસ સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર કરી રહ્યા છે.

    સેશેલ્સ જવા પહેલાં જારી કરેલા નિવેદનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સેશેલ્સ ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી દેશ અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર છે. તેમણે કહ્યું કે, ગ્લોબલ સાઉથ પ્રત્યે બંને દેશોની સંયુક્ત પ્રતિબદ્ધતા તેમના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ વર્ષે ભારત અને સેશેલ્સ પોતાના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના ૫૦ વર્ષ પણ ઉજવી રહ્યા છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ, લોકશાહી મૂલ્યો, વિવિધતાના સન્માન અને લોકો વચ્ચેના ગાઢ સંબંધો પર આધારિત છે. તેમણે ફેબ્રુઆરી ૨૦૨૬માં રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીની ભારત મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હવે બંને દેશો વચ્ચેના સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાનો અવસર છે.

    આ મુલાકાતની સૌથી મોટી ખાસિયત એ રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધન કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. તેમણે તેને બંને લોકશાહી દેશો અને તેમની સંસદીય પરંપરાઓ વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક ગણાવ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન સેશેલ્સમાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે, જેમણે વર્ષોથી બંને દેશો વચ્ચે મજબૂત સેતુ તરીકેની ભૂમિકા ભજવી છે.

    વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, સેશેલ્સ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ હર્મિની દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરશે. બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, બ્લૂ ઇકોનોમી, ડિજિટલ ગવર્નન્સ, ક્ષમતા નિર્માણ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને દેશો હિંદ મહાસાગર વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સહયોગ વધુ મજબૂત બનાવવા પર પણ વિચાર કરશે.

    ભારત અને સેશેલ્સ ડિજિટલ ક્ષેત્રમાં પણ સહયોગ વધારી રહ્યા છે. ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ હર્મિનીની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડ્ઢૈઁં), ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ઇ-ગવર્નન્સના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની સંમતિ વ્યક્ત કરી હતી. ભારત સેશેલ્સની જરૂરિયાતો અનુસાર ડિજિટલ માળખું વિકસાવવામાં મદદ કરશે.

    સેશેલ્સમાં ભારતના હાઈ કમિશનર રોહિત રાથીશના જણાવ્યા મુજબ, વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં), સાયબર સુરક્ષા, સાયબર સ્પેસ, દરિયાઈ વિજ્ઞાન, દરિયાઈ સંરક્ષણ અને બ્લૂ ઇકોનોમી જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ખાસ ભાર આપવામાં આવશે.

    નિષ્ણાતોનું માનવું છે કે, આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય સંબંધો સુધી મર્યાદિત નથી, પરંતુ હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની વ્યૂહાત્મક હાજરીને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

    વિઝન મહાસાગર હેઠળ ભારત દરિયાઈ સુરક્ષા, પ્રાદેશિક વિકાસ અને ભાગીદાર દેશોની ક્ષમતા નિર્માણ પર સતત ભાર મૂકી રહ્યું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારત-સેશેલ્સ સંબંધોને નવી ઊર્જા આપવાની સાથે હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે તેવી માન્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026
    મુખ્ય સમાચાર

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026
    મુખ્ય સમાચાર

    ૩૦,૦૦૦ લોકોને મારવાનો હતો પ્લાન, દવાના નામ પર વહેંચાતી મોતનીCapsul

    June 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    અફઘાનિસ્તાનમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ,આંચકા દિલ્હી-NCR સહિત પાકિસ્તાન,ભારત,ચીન,તાજિકિસ્તાન

    June 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran જહાજોને તેહરાનની મંજૂરી વિના હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપ્યાના થોડા કલાકો પછી જ હુમલો

    June 27, 2026
    ગુજરાત

    ગુજરાતમાં ટેક્સી સેવાનો અમિત શાહે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો ૧૪ શહેરોમાં દોડશે ‘Bharat Taxi’

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026

    જેવી કરણી તેવી ભરણી

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.