Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir

    June 30, 2026

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir
    • England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા
    • England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત
    • FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં
    • વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup
    • Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી
    • Oscar winner Costa Gavra એ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો
    • Virdas ની કિસિંગ કહાનીને કંગનાએ નોનસેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Pune બાળકી રેપ-મર્ડર કેસમાં 65 વર્ષીય આરોપીને મૃત્યુદંડ
    મુખ્ય સમાચાર

    Pune બાળકી રેપ-મર્ડર કેસમાં 65 વર્ષીય આરોપીને મૃત્યુદંડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વધતી વય સાથે વાસના જોખમી તબક્કે પહોંચ્યાનું નોંધી જૈફ વયને ધ્યાનમાં લેવાનો ઈનાકાર કરી ત્રણ જુદા જુદા ગુનામાં મૃત્યુદંડની સજા

    Pune,તા.30

    પુણે જિલ્લાના નસરાપુર ગામમાં ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ કરી, બળાત્કાર કરી અને હત્યા કરવાના ગુનામાં આરોપીને પુણેની એક વિશેષ અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવી છે. પહેલી મેએ ગુનો થયો હતો અને કોર્ટે ૨૫મી જૂને આરોપીને દોષી ઠરાવ્યો હતો. આમ ગુનો કર્યાના ૬૦ દિવસની અંદર ચુકાદો અપાયો હતો. આરોપી સામેના ત્રણ ગુનામાં મૃત્યુદંડની સજાની જોગવાઈ છે. અપહરણ, છેડતી, બળાત્કાર અને હત્યા અને પોક્સો કાયદા હેઠળના ગુનાઓ ફરિયાદી પક્ષે પુરવાર કર્યા હતા.
    આરોપીની વય (૬૫ વર્ષ)ના આધારે સજા હળવી કરવાના બચાવપક્ષના એડવોકેટની વિનંતીને એડિશનલ જજ એસ. આર. સાંલુખેએે ફગાવી દીધી હતી અને કેસને ‘રે રેસ્ટ ઓફ રેર’ (અતિ દુર્લભ કેસ) ગણાવ્યો હતો.
    આરોપી ભીમરાવ કાંબળેનો હિંસાનો ઇતિહાસ હતો અને તેના અત્યાચારથી ન્યાયતંત્ર અને સમાજના આત્માને આઘાત લાગ્યો હતો તેવું જજે કહ્યું હતું.
    આરોપી બાળકીને નાસ્તો આપવાની અને ગાયનું નવજાત વછેરુ બતાવવાની લાલચ આપી તેને ઢોરના કોઠાર પાસે એક શેડમાં લઈ ગયો હતો અને તેના પર જાતીય અત્યાચાર કરીને પછી તેની હત્યા કરી હતી.
    ફરિયાદ પક્ષે મૃત્યુદંડની માગણી કરી હતી. કાંબલે સામે ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયા હતા. જેમાં ૬૨ વર્ષીય મહિલા, ૧૭ વર્ષીય કિશોરી અને એક પ્રાણી પર અત્યાચારના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીમાં સુધારો થઈ શકે તેમ નથી તેવું ફરિયાદપક્ષે કહ્યું હતું.
    જજ સાંલુખેએ અવલોકન કર્યું હતું કે ‘પીડિતાને ટોર્ચર કરાઈ હતી અને અમાનવીય વર્તણુક કરાઈ હતી અને ગુનો આક્રમકતાપૂર્વક કરાયો હતો.’
    ‘પીડિત એક નિર્દોષ, નિ:સહાય બાળકી હતી. હત્યા વાસના સંતોષવા આચરવામાં આવી હતી અને સંપૂર્ણ દુરાચરણ થયું હતું. ઉશ્કેરણી વગર ઠંડા કલેજેથી હત્યા કરાઈ હતી. ગુનો એટલી ક્રૂરતાપૂર્વક કરાયો હતો કે ન કેવળ ન્યાયિક અંતરાત્માને આઘાત લાગ્યો હતો, પણ સમાજના અંતરાત્માને પણ આઘાત લાગ્યો હતો.’
    આરોપીની વૃદ્ધ વય અને ગુના કર્યાના ઇન્કારને ધ્યાનમાં રાખીને સજા ઘટાડવા બચાવપક્ષે માગણી કરી હતી જેને કોર્ટે ફગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ‘આ વયે પણ વાસના ઘટી નથી અને તે જોખમી તબક્કે પહોંચી ગઈ છે. ફક્ત ત્રણ વર્ષની બાળકી સાથે આરોપીનો અમાનવીય વ્યવહાર પીડિતના શરીર પરની ઇજાઓ પરથી જોઈ શકાય છે.’
    આરોપીને જાણ હતી કે કેસ થયા પછી પણ કોર્ટમાં કંઈ થશે નહીં તેવો તેનો ભૂતકાળનો અનુભવ હતો આથી તેણે પરિણામોની ચિંતા કર્યા વગર આટલું ઘાતક કૃત્ય કર્યું હતું. નિર્ભયા કેસ પછી વિશેષ કોર્ટની રચના અને કડક સજાની જોગવાઈનો કાયદો પસાર કરાયો હતો તે પછી પણ આવા બનાવો બનતા રહે છે અને સમાજનો અંતરાત્મા આઘાત સહન કરતો રહે છે, તેવું જજ સાંલુખેએ કહ્યું હતું.
    મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક કહ્યું હતું કે આવા ગુનેગારોને સમાજમાં રહેવાનો હક્ક નથી. રેકોર્ડ સમયમાં કેસની તપાસ કરવા ફડણવીસે પોલીસ અને ફરિયાદ પક્ષની પ્રશંસા કરી હતી અને ચુકાદો ન્યાય પ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવે છે તેવું કહ્યું હતું. જજે મૃત્યુદંડની સજા સંભળાવે તે પછી કે બાળકીનું પરિવાર ભાંગી પડયો હતો.

    Death sentence Pune girl rape-murder case
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    આર્થિક રીતે સક્ષમ પત્ની માત્ર મહિલા હોવાના આધારે ભરણપોષણ ના માગી શકે: Karnataka High Court

    June 30, 2026
    રાષ્ટ્રીય

    ખાડીયુદ્ધ વચ્ચે પણ ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ

    June 30, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી

    June 30, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે Petrol And Diesel નાં પ્રતિબંધો હટાવ્યા

    June 30, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં નવી EV પોલિસી જાહેર,100 ટકા રોડ ટેક્સ માફ, ટુ-વ્હીલર પર મળશે રૂ.30,000ની સબસિડી

    June 30, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple ચઢાવા ચોરી વિવાદ બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચ્યો, 6 બેંકોને પોલીસની નોટિસ

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir

    June 30, 2026

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026

    FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં

    June 30, 2026

    વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup

    June 30, 2026

    Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir

    June 30, 2026

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.