(મિલન જોશી દ્વારા)
Junagadh તા.૩૦
Junagadh કાઈમ બ્રાન્ચ એ શહેરના ગાંધીગ્રામ વિસ્તારના લીસ્ટેડ બુટલેગર દ્વારા પોતાના કબ્જા હવાલાની કેટા કારમાં હેરાફેરી કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂ.૧,૫૮,૯૮૨ ની કિંમતની ૭૩૨ બોટલ તથા કાર સહિત રૂા.૧૨,૦૮,૮૯૨ મુદામાલ સાથે એક શખ્સને પકડી પાડી, વધુ તપાસ હાથ ધરી છે.જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની બદીને નેસ્તનાબુદ કરવા ઉપરી અધિકરીઓ તરફથી કડક સુચના થયેલ હોય.
જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના માણસોને સંયુક્તમાં ખાનગી બાતમીદારો મારફતે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ ગાંધીગ્રામમાં રહેતો રાજુ ગોગન શામળા પોતાના હવાલાની ફોર વ્હીલ ગાડી રજી.નં.જીજે-૧૧-સીકયુ-૦૨૦૦ વિદેશી દારૂનો જથ્થો બહારના રાજયમાંથી લાવી પ્લાસવા સંજયનગર થઈ ગાંધીગ્રામ તરફ આવે છે. તેવી ચોકકસ હકિકત મળતા ઉપરોક્ત હકિકત આધારે ક્રાઈમ બ્રાન્ચ ગ્રોફેડ મીલના ખુણા પાસે વોચમાં હતી ત્યારે હકિકત વાળી કાર આવતા રોકાવી ચેક કરતા પુંઠાની પેટી માંથી વિદેશી દારૂની રૂ.૧,૫૮,૯૮૨ ની કિંમતની ૭૩૨ બોટલ મળી આવતા કાર સહિત રૂા. ૧૨,૦૮,૮૯૨ નો મુદામાલ કબજે લઈ, આરોપી રાજુ ઉર્ફે મુકલો ગોગનભાઈ શામળા (રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સિંધી સોસાયટી) ને પકડી પાડી, સી ડીવીઝન પો.સ્ટે.માં રાજુ ઉર્ફે મુકલો શામળા, નગા સરમણભાઇ રાડા તથા હરદાસ ઉર્ફે હદો પરબતભાઈ મોરી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. કૂણાલ એમ. પટેલ, પી.એસ.આઈ. ડી.કે. પટેલ તથા એ.એસ.આઇ. સામતભાઈ બારીયા, પો.હેડ કોન્સ. ભનુભાઇ ઓડેદરા તથા પો.કોન્સ. અજયસિંહ ચુડાસમા, રાજુભાઇ કટારા, ગવરાજસિંહ અહાડા વિગેરે પોલીસ સ્ટાફ જોડાયો હતો.

