(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૩૦
Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ત્રણ અપમૃત્યના બનાવો પોલીસ ચોપડે નોધાતા સ્થાનિક પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરેલ છે.
વડિયા ગામે રહેતા વકિલાતનો વ્યવસાય કરતા દિનેશભાઇ ભીખાભાઇ રાઠોડ નામના ૬૫ વર્ષીય વૃદ્ધને બન્ને પગમાં સાંધાનો દુખાવો રહેતો હોય, અને પોતાની પ્રેક્ટિસ પણ બરાબર ચાલતી ના હોય અને તેઓને નશો કરવાની પણ આદત હોય જેથી આર્થિક સંકળામણને કારણેગત તા.૨૯ ના રોજ સાંજે ૬ વાગ્યા પહેલા કોઇપણ સમયે વડીયા ગામે સદ્ગ્ુારૂનગરમાં પોતાના રહેણાક મકાને કોઈ કારણોસર તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતી કિંજલબેન ડો/ઓ ભરતભાઇ મેરામભાઇ વાઘેલા તથા વા/ઓ સંદિપભાઇ મનસુખભાઇ ઘોડા નામની ૨૨ વર્ષીય પરિણીતાએ ગત તા.૨૫ ના રોજ ૪ વાગ્યે કરીયાણા ગામે કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડાયેલ જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ત્રીજા બનાવમાં રાજુલા ગામે રહેતા મહેશભાઇ તેજાભાઇ ચાવડાનું ગત તા.૨૮ ના રોજ રાત્રે ૧૦/૩૦ વાગ્યે ટ્રકનુ ટાયર ગટરમા ફસાઇ જતા પોતે ટ્રકના ટાયરને જેક લગાવતા હતા તે દરમિયાન જેક અચાનક છટકી જવાથી પોતે ટ્રકની નીચે દબાઇ જતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

