Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025

    અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી

    August 27, 2025

    Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા
    • અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી
    • Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત
    • દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.
    • Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ
    • Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે
    • Kodinar: કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી ને નડતરરૂપ વડલો દૂર કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું
    • Junagadh: NDPS એકટ હેઠળ કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો નાશ કરતી Junagadh SOG
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૦.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૦૨ સામે ૭૯૬૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૪૧૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૦૦૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૧૯૨ સામે ૨૪૨૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૬૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૪૮  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સોમવારે શેરબજારમાં ફરી એકવાર દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવા મળી હતી. ઘણાં દિવસો બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે.સેન્સેક્સમાં લગભગ ૧૦૦૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે બજાર ખુલતાં જ ફરી એકવાર સેન્સેક્સ ૮૦૦૦૦ ની સપાટી કૂદાવતા ઉછાળા સાથે,જ્યારે નિફ્ટી ફ્યુચર ની વાત કરીએ તો ૨૪૪૯૨ના હાઈલેવલને સ્પર્શ કર્યું હતું. નિફ્ટીમાં અત્યાર સુધી ૩૦૦થી વધુ પોઈન્ટની તેજી જોવા મળી છે.

    સેન્સેક્સ ૬૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૦૦૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૫૫ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૩૨૭ પોઈન્ટના સ્તરે બંધ થયો.

    વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ચીનમાં નીચા ભાવે રોકાણની નીતિ અપનાવી રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેચવાલી નોંધાવી છે. ચીને રાહત પેકેજ જારી કરતાં વિદેશી રોકાણકારો ભારતના બદલે ચીનના બજારોમાં રોકાણ કરવા આકર્ષિત થયા છે.કારણકે,ભારતીય શેરબજારમાં વોલ્યૂમ ખૂબ ઊંચા છે, જ્યારે ચીનમાં નીચા ભાવે ખરીદી કરવાની તક છે.વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસલેબ,કોલ્પાલ,ગ્લેનમાર્ક ફાર્મા,ટીસીએસ,લાર્સેન,કોલ્પાલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,વોલ્ટાસ,ઈન્ફોસીસ,મુથૂટ ફાઈનાન્સ,કોટક મહિન્દ્રા બેન્ક,એસીસી,સિપ્લા,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક શેર દીઠ એક શેર બોનસ માટે ૨૮,ઓકટોબર શેરમાં મંદીજોવા મળી.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ભારતી ઐરટેલ,હવેલ્લ્સ ઇન્ડિયા,ટોરેન્ટ ફાર્મા,ડીએલએફ,એસબીઆઈ લાઈફ,મહાનગર ગેસ,એસબીઆઈ કાર્ડ્સ,એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૨ અને વધનારની સંખ્યા ૨૫૭૯ રહી હતી,  ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૩૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો,સંવત ૨૦૮૦ની શેરોમાં ઐતિહાસિક તેજી બાદ છેલ્લા એક મહિનામાં મોટા કરેકશન સાથે વિદાય થઈ રહી છે.ઘણા શેરોમાં રોકાણકારોને રેકોર્ડ વળતર છૂટયા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં રૂ.૧,૦૦,૨૫૬ કરોડ જેટલી જંગી ચોખ્ખી વેચવાલીના પરિણામે આવેલા કરેકશને મોટું ધોવાણ નોતર્યું છે.રોકાણકારોની સંપતિમાં ૨૫ દિવસમાં જ રૂ.૩૪.૩૭ લાખ કરોડનું ધોવાણ થયું છે. વિદેશી ફંડોની વેચવાલી સામે લોકલ ફંડોની ખરીદી પર્યાપ્ત નહીં રહી બજારની પડતીને અટકાવી શકી નથી. ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા વળતાં પ્રહારે મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન અને કોર્પોરેટ પરિણામો ફ્રન્ટલાઈન કંપનીઓના નબળા આવી રહ્યા હોવા સાથે બેંકોમાં એસેટ ગુણવતા મામલે ચિંતાને લઈ સપ્તાહના અંતે આવેલા કડાકામાં શેરોના ભાવોમાં ઘટાડાએ દિવાળી ટાંકણે રોકાણકારોના ચોપડે વળતરમાં ઘટાડાની નિરાશાજનક સ્થિતિ સજીૅ છે. શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે.વૈશ્વિક પ્રવાહો,જીઓપોલિટીકલ ટેન્શન અને કંપનીઓના કોર્પોરેટ પરિણામો તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.

    તા.૨૯.૧૦.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૮.૧૦.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૩૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૦૪ પોઈન્ટ થી ૨૪૪૭૪ પોઈન્ટ,૨૪૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૮.૧૦.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૩૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૭૦૭ પોઈન્ટ પ્રથમ અને ૫૧૮૩૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૨૭૨ પોઈન્ટ થી ૫૧૧૮૦ પોઈન્ટ૫,૫૧૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • મુથૂટ ફાઈનાન્સ  ( ૧૯૩૨ ) :- મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૪૮ થી રૂ.૧૯૫૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • સન ફાર્મા ( ૧૯૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૬૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૨૩ થી રૂ.૧૯૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૭૯૧ ):- રૂ.૧૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૩ થી રૂ.૧૮૧૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૬૭૫ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૮૮ થી રૂ.૧૭૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૧૦૫૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૪૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૮૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૪૩ ):- રૂ.૧૮૬૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૨૮ થી રૂ.૧૮૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૬૮૯ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૨૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૭૭ થી રૂ.૧૬૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઇપ્કા લેબ ( ૧૫૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૭૦ થી રૂ.૧૫૬૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૩૩ ) :- રૂ.૧૩૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૩૦૮ થી રૂ.૧૨૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૮૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025

    અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી

    August 27, 2025

    Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

    August 27, 2025

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.

    August 27, 2025

    Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ

    August 27, 2025

    Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025

    અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી

    August 27, 2025

    Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.