Jamnagar તા.6
જામનગરમાં બેડી-ધરાર નગર-1, સલીમ બાપુના મદ્રેશા પાસે રહેતા અબ્દુલભાઈ કાસમભાઇ જોખિયા નામના 35 વર્ષના સંધિ યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા કાસમભાઈ જોખીયા પર જુની અદાવત નું મન દુ:ખ રાખીને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ત્રણ પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે પાડોશમાં રહેતા ઉંમર ઉર્ફે ઉમરીયા ચમડીયા, ખાલીદ ચમડીયા અને જાવીજ ચમડિયા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધી છે, જ્યારે ત્રણેય ભાગી છુટ્યા હોવાથી તેઓની શોધખોળ હાથ ધરી છે.