Rajkot, તા. 13
શાપરમાં દારૂની 4 બોટલ સાથે પોલીસે બિરજુ પ્રસાદને ઝડપી લીધો હતો. ગત રાત્રે 12.45 વાગ્યે શાપર પોલીસના હેડ કોન્સ્ટેબલ ખીમજીભાઈ હુણ, તુષારસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ વશરામભાઈ સાવડીયા, અલ્પેશભાઈ ડામસીયા દિવ્યેશભાઈ શામળા વગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે શાપર જીઆઈડીસીના નર્મદા ગેઇટ પાસે સર્વિસ રોડ ઉપર આરોપી વ્રજકીશોર ઉર્ફે બિરજુ મુક્તેશ્વર ઉર્ફે મુકેશ પ્રસાદ (ઉ.વ.34, રહે.આદર્શ સોસાયટી, પાળ પીપળીયા ગામની સીમ, તા. લોધીકા, મુળ મધુબની, બિહાર) હાથમાં પ્લાસ્ટીકની થેલી લઈ શંકાસ્પદ હાલતમાં ઉભો હતો થેલી ચેક કરતા રૂ.1600ની કિંમતની દારૂની 4 બોટલ મળી આવી હતી. આ અંગે શાપર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું
- Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત
- Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે
- Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ
- Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા
- Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે
- Rajkot : હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજી મંજુર
- Rajkot : આટકોટના વિરમગામે ઝેરી જનાવરે ડંખ મારતા મહિલાનું મોત