Rajkot, તા. 13
શાપરમાં દારૂની 4 બોટલ સાથે પોલીસે બિરજુ પ્રસાદને ઝડપી લીધો હતો. ગત રાત્રે 12.45 વાગ્યે શાપર પોલીસના હેડ કોન્સ્ટેબલ ખીમજીભાઈ હુણ, તુષારસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ વશરામભાઈ સાવડીયા, અલ્પેશભાઈ ડામસીયા દિવ્યેશભાઈ શામળા વગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે શાપર જીઆઈડીસીના નર્મદા ગેઇટ પાસે સર્વિસ રોડ ઉપર આરોપી વ્રજકીશોર ઉર્ફે બિરજુ મુક્તેશ્વર ઉર્ફે મુકેશ પ્રસાદ (ઉ.વ.34, રહે.આદર્શ સોસાયટી, પાળ પીપળીયા ગામની સીમ, તા. લોધીકા, મુળ મધુબની, બિહાર) હાથમાં પ્લાસ્ટીકની થેલી લઈ શંકાસ્પદ હાલતમાં ઉભો હતો થેલી ચેક કરતા રૂ.1600ની કિંમતની દારૂની 4 બોટલ મળી આવી હતી. આ અંગે શાપર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
- 25 એપ્રિલનું રાશિફળ
- 25 એપ્રિલનું પંચાંગ
- તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
- મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
- Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
- Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
- Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

