Morbi, તા.૧૮
રાતીદેવડી ગામની સીમમાં વાડી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૦,૪૩૦ જપ્ત કરી છે જયારે મોરબી તાલુકા પોલીસે ટીંબડી પાસેથી બે જુગારીને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાતીદેવડી ગામની સીમમાં હમીરભાની વાડીની બાજુમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણસિંહ ધીરૂભા ઝાલા, વિનુભાઈ હમીરભાઈ વોરા, કિશોરભાઈ હીરાભાઈ વોરા, પ્રવીણભાઈ કાળુભાઈ વોરા અને મહેશભાઈ ગોરધનભાઈ વોરા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૪૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ ટીમેં બાતમીને આધારે ટીંબડી ગામની સીમમાં એફિલ કારખાના પાછળ રેડ કરી હતી જ્યાં બાવળની જાળીમાં બેસી જુગાર રમતા લતીફ રમજાન ખોજાણી અને રાજ જગદીશભાઈ પંડીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૭૭૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે