Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ

    September 19, 2025

    મેચમાં જીત બાદ જ Sri Lankan ન ખેલાડીને મળ્યા પિતાના નિધનના સમાચાર

    September 19, 2025

    Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

    September 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ
    • મેચમાં જીત બાદ જ Sri Lankan ન ખેલાડીને મળ્યા પિતાના નિધનના સમાચાર
    • Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ
    • Ahmedabad માં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત
    • Anirudhsinh Jadeja ની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ કરવું પડશે
    • ફિલ્મ સેટ પર બેભાન થયા બાદ 46 વર્ષના એક્ટર Robo Shankar નું નિધન
    • Deepika એ વધુ પૈસામાં ઓછાં કામનાં નખરાં કરતાં કલ્કિ ટુમાંથી કાઢી મૂકાઈ
    • Ranveer ની ડોન થ્રીનું શૂટિંગ આગામી જાન્યુ.માં શરુ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Adani’s companies ઓને એક જ દિવસમાં બે લાખ કરોડથી વધુનું નુકસાન
    વ્યાપાર

    Adani’s companies ઓને એક જ દિવસમાં બે લાખ કરોડથી વધુનું નુકસાન

    Vikram RavalBy Vikram RavalNovember 22, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.22

    અદાણી જુથના ચેરમેન ગૈૌતમ અદાણીતથા અન્ય સીનિયર અધિકારીઓ પર લાંચના આક્ષેપ બાદ રેટિંગ એજન્સી મૂડી’સે ગુરુવારે જણાવ્યું હતું કે, આવા આક્ષેપો જૂથની કંપનીઓ માટે ક્રેડિટ નેગેટિવ છે. 

    ”અદાણી જુથની જ્યારે અમે આકારણી કરીએ છીએ ત્યારે લિક્વિડિટીની જરૂરિયાતને પહોંચી વળવા જુથની કંપનીઓની મૂડી ક્ષમતા અને તેમની વહીવટી પદ્ધતિ પર અમે ખાસ ધ્યાન આપીએ છીએ” એમ મૂડી’સ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.

    ૨૬.૫૦ કરોડ ડોલરની રકમને આવરી લેતી  કથિત લાંચ અને ફ્રોડ  સ્કીમનો અદાણી જુથના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકામાં આક્ષેપ મૂકવામાં આવ્યો છે. 

    અમેરિકામાં પ્રોેસિકયુટર્સે દાવો કર્યો છે કે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી તથા અન્ય છ પ્રતિવાદીઓએ સૌર ઊર્જા પૂરવઠા કરાર જેના થકી વીસ વર્ષમાં બે અબજ ડોલરનો નફો અપેક્ષિત હતો તે મેળવવા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપી છે.

    દરમિયાન આ મુદ્દા બાબતે અદાણી બુલ જીક્યુજી પાર્ટનર્સ નિવેદન કર્યું છે કે, તે બહાર આવી રહેલી વિગતોની સમીક્ષા કરી રહ્યું છે અને પોર્ટફોલિઓસ માટે યોગ્ય જણાશે તેવા પગલાં લેવાશે. 

    પોર્ટફોલિઓ ઊભા કરવાની માર્ગદર્શિકાને સુસંગત રહીને, જીક્યુજી પોર્ટફોલિઓ વૈવિધ્યસભર ઈન્વેસ્ટમેન્ટસ કરે છે. અદાણી જુથના અહેવાલ બાદ જીક્યુજીનો શેરભાવ ઓસ્ટ્રેલિયામાં જ્યાં તે લિસ્ટેડ છે ૨૬ ટકા તૂટી ગયો હતો. 

    ગ્રુપ કંપનીઓના શેરોમાં 23% સુધી ગાબડા

    અદાણી ગ્રુપ વધુ એક વિવાદમાં ઘેરાતાં રોકાણકારોનો વિશ્વાસ ફરી ડગમગ્યો 

    – 10 ગ્રુપ કંપનીઓનું માર્કેટ કેપ. એક દિવસમાં જ રૂ.2,20,000 કરોડ ધોવાયું

    ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત ગ્રુપની છ વ્યક્તિઓ પર અમેરિકાની કોર્ટ દ્વારા કથિત લાંચ અને છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવતાં ફરી અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ તળીયે જતાં ભાવોમાં મસમોટા ગાબડાં પડયા હતા. 

    નામચીન અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિન્ડેનબર્ગ દ્વારા અગાઉ કરાયેલા આક્ષેપો સમયે અદાણી ગ્રુપ કંપનીઓમાં સર્જાયેલી વિશ્વાસની કટોકટીના કારણે શેરોમાં વેચવાલીના હેમરિંગે ગાબડાં પડયા બાદ ફરી શેરોમાં આજે કડાકો બોલાઈ ગયો છે. અદાણી ગ્રુપ કંપનીઓના શેરોના ભાવો આજે એક દિવસમાં ૨૩ ટકા સુધી તૂટયા છે. જેમાં સૌથી વધુ ઘટાડો અદાણી એન્ટરપ્રાઈસીઝનો શેર રૂ.૨૮૨૦.૨૦થી ૨૨.૬૧ ટકા તૂટીને રૂ.૨૧૮૨.૫૫ રહ્યો છે. અદાણી ગ્રુપની ૧૦ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૨,૧૯,૮૬૩ કરોડ ધોવાઈ જઈ રૂ.૧૨,૦૪,૫૫૫ કરોડ રહી ગયું છે. 

    જે ૧૯, નવેમ્બર ૨૦૨૪ના રોજ રૂ.૧૪,૨૪,૪૧૮ કરોડ હતું. જેમાં સૌથી વધુ ઘટાડો અદાણી એન્ટરપ્રાઈસીઝમાં રૂ.૬૯,૫૯૭ કરોડનો નોંધાયો છે.

    અદાણી ગ્રુપ શેરોમાં પડેલા સાર્વત્રિક  ગાબડાં : સૌથી વધુ અદાણી એન્ટર. રૂ.638 તૂટયો

    કંપનીનું નામશેરનો બંધ ભાવશેરનો બંધ ભાવકેટલો ઘટાડોકેટલો ઘટાડો
    –૧૯, નવે.,૨૦૨૪૨૧,નવે. ૨૦૨૪(રૂપિયામાં)(ટકામાં)
    અદાણી એન્ટર.રૂ.૨૮૨૦.૨૦રૂ.૨૧૮૨.૫૫-રૂ.૬૩૭.૬૫ ૨૨.૬૧%
    અદાણી પોર્ટરૂ.૧૨૮૯.૦૫રૂ.૧૧૧૪.૭૦-રૂ.૧૭૪.૩૫ ૧૩.૫૩%
    અદાણી પાવરરૂ.૫૨૪.૧૦રૂ.૪૭૬.૧૫-રૂ.૪૭.૯૫ ૯.૧૫%
    અદાણી એનજીૅરૂ.૮૭૨.૧૦રૂ.૬૯૭.૭૦-રૂ.૧૭૪.૪૦ ૨૦.૦૦%
    અદાણી ગ્રીનરૂ.૧૪૧૧.૭૫રૂ.૧૧૪૬.૪૦-રૂ.૨૬૫.૩૫ ૧૮.૯૦%
    અદાણી ટોટલરૂ.૬૭૨.૨૫રૂ.૬૦૨.૩૫-રૂ.૬૯.૯૦ ૧૦.૪૦%
    અદાણી વિલમારરૂ.૩૨૭.૧૦રૂ.૨૯૪.૪૫-રૂ.૩૨.૬૫ ૯.૯૮%
    એસીસી લિ.રૂ.૨૧૮૫.૦૫રૂ.૨૦૨૫.૮૦-રૂ.૧૫૯.૨૫ ૭.૨૯%
    અંબુજા સિમેન્ટરૂ.૫૪૯.૬૦રૂ.૪૮૩.૭૫-રૂ.૬૫.૮૫ ૧૧.૯૮%
    એનડીટીવી લિ.રૂ.૧૬૯.૩૫રૂ.૧૬૯.૨૫-રૂ.૦.૧૦ ૦.૦૬%

    અદાણી ગ્રુપની 10 કંપનીઓનું માર્કેટ કેપ. એક દિવસમાં જ રૂ.2.20 લાખ કરોડ ધોવાઈ ગયું

    કંપનીનું નામમાર્કેટ કેપ.માર્કેટ કેપ.કેટલો ઘટાડો
    –૧૯,નવેમ્બર૨૧,નવેમ્બર           (રૂ. કરોડમાં)
    અદાણી એન્ટરપ્રાઈસરૂ.૩,૨૧,૫૦૩રૂ.૨,૫૧,૯૦૬-૬૯,૫૯૭
    અદાણી પોર્ટ એસઈઝેડરૂ.૨,૭૮,૪૫૩રૂ.૨,૪૦,૭૯૧-૩૭,૬૬૨
    અદાણી પાવર લિ.રૂ.૨,૦૨,૧૪૨રૂ.૧,૮૩,૬૪૮-૧૮,૪૯૪
    અદાણી એનજીૅ સોલ્યુ.રૂ.૧,૦૪,૭૬૪રૂ.૮૩,૮૧૩-૨૦,૯૫૧
    અદાણી ગ્રીન એનજીૅરૂ.૨,૨૩,૬૨૬રૂ.૧,૮૧,૫૯૪-૪૨,૦૩૨
    અદાણી ટોટલ ગેસરૂ.૭૩,૯૩૫રૂ.૬૬,૨૪૭-૭૬૮૮
    અદાણી વિલમાર લિ.રૂ.૪૨,૫૭૨રૂ.૩૮,૨૬૯-૪૩૦૩
    એસીસી લિમિટેડરૂ.૪૧,૦૩૨રૂ.૩૮,૦૪૨-૨૯૯૦
    અંબુજા સિમેન્ટસરૂ.૧,૩૫,૩૦૦રૂ.૧,૧૯,૧૫૪-૧૬,૧૪૬
    એનડીટીવી લિ.રૂ.૧૦૯૧.૮૨રૂ.૧૦૯૧.૧૮-૦.૬૪
    કુલ માર્કેટ કેપ.રૂ.૧૪,૨૪,૪૧૮રૂ.૧૨,૦૪,૫૫૫     -૨,૧૯,૮૬૩

    LICના અદાણી ગ્રુપ શેરોમાં રોકાણ મૂલ્યમાં રૂ.8683 કરોડનું ધોવાણ

    અદાણી ગ્રુપની સાત કંપનીઓના શેરોમાં હોલ્ડિંગ ધરાવતી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ને અમેરિકાની એક કોર્ટે ચેરમેન ગૌતમ અદાણી અને અન્ય કેટલાક લોકોને ૨૫ કરોડ ડોલરની લાંચ કેેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે-ગુરૂવારે એક દિવસમાં જ શેરોના ભાવો તૂટતાં હોલ્ડિંગ વેલ્યુમાં રૂ.૮૬૮૩ કરોડનું ધોવાણ થયું છે.

    એલઆઈસી અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ), અદાણી ગ્રીન એનજીૅ  સોલ્યુશન્સ, અદાણી ટોટલ ગેસ, એસીસી અને અંબુજા સિમેન્ટસમાં હિસ્સો ધરાવે છે. ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈસીઝને સૌથી વધુ નુકશાન થયું છે. કેમ કે ૪,૬૪,૫૨,૬૧૩ શેરોમાં કુલ નુકશાની રૂ.૨૯૬૨ કરોડ રહી છે. શેર ૨૩ ટકા એટલે કે રૂ.૬૩૭.૬૫ તૂટીને રૂ.૨૧૮૨.૫૫ રહ્યો છે.

    આ સિવાય અદાણી પોર્ટસ બીજા ક્રમે છે. જેમાં એલઆઈસીના રોકાણ મૂલ્યમાં રૂ.૨૯૫૯ કરોડનો ઘટાડો થયો છે. શેર રૂ.૧૭૪.૩૫થી ૧૩.૫૩ ટકા ઘટયો છે. બીએસઈ પર ઉપલબ્ધ તાજેતરના શેર હોલ્ડિંગ આંકડા મુજબ એલઆઈસી પાસે ૧૬,,૯૭,૧૧,૪૧૭ શેરોનું ૭.૮૬ ટકા હોલ્ડિંગ છે. અદાણી ગ્રીન એનજીૅમાં એલઆઈસીના હોલ્ડિંગનું મૂલ્ય રૂ.૫૭૦ કરોડ ઘટયું છે. અદાણી એનજીૅ સોલ્યુશન્સ, અદાણી ટોટલ ગેસ, એસીસી અને અંબુજા સિમેન્ટસમાં પણ અનુક્રમે હોલ્ડિંગ મૂલ્યમાં રૂ.૭૧૬ કરોડ, રૂ.૪૬૩ કરોડ, રૂ.૧૯૧ કરોડ અને રૂ.૮૨૨ કરોડનો ઘટાડો થયો છે. 

    અદાણી ગ્રુપની કંપનીમાં મ્યુ. ફંડોના હોલ્ડિંગનું કેટલું મૂલ્ય

    કંપનીનું નામમ્યુ. ફંડોનુંએક્ટિવ ફંડોનું
    (રૂ.કરોડમાં)કુલ હોલ્ડિંગહોલ્ડિંગ
    અદાણી પોર્ટ્સરૂ.૧૨,૧૦૨રૂ.૫૩૦૮
    અંબુજા સિમેન્ટ્સરૂ.૧૦,૬૮૯ રૂ.૧૦,૧૦૦
    અદાણી એન્ટર.રૂ.૮૭૧૪રૂ.૫૯૮૮
    એસીસી લિમિટેડરૂ.૬૬૫૦રૂ.૬૫૮૭
    અદાણી પાવરરૂ.૩૩૮૮રૂ.૩૧૧૬
    અદાણી એનજીૅ સોલરૂ.૧૫૪૩રૂ.૧૩૮૪
    અદાણી ગ્રીન એનજીૅરૂ.૨૫૨રૂ.૦
    અદાણી ટોટલ ગેસરૂ.૯૪રૂ.૦
    અદાણી વિલમરરૂ.૧૮રૂ.૦
    સાંઘી ઈન્ડસ્ટ્રીઝરૂ.૬રૂ.૪

    મ્યુ. ફંડો પાસે અદાણી ગ્રુપની 10 કંપનીમાં રૂ.43,455 કરોડનું હોલ્ડિંગ

    ગૌતમ અદાણી, સાગર અદાણી સાથે અન્ય છ વ્યક્તિઓ પર અમેરિકી કોર્ટના લાંચ, છેતરપિંડીના કેસના પરિણામે આજે અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં પડેલા ગાબડાંના કારણે વિવિધ રોકાણકારો સાથે મ્યુચ્યુઅલ ફંડોના હોલ્ડિંગ મૂલ્યમાં પણ ધોવાણ થયું છે. જેના પરિણામે આ મ્યુચ્યુઅલ ફંડોની એનએવી-નેટ એસેટ વેલ્યુને પણ નેગેટીવ અસર થઈ છે.

    ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાસે ૩૧, ઓકટોબર ૨૦૨૪ મુજબ અદાણી ગ્રુપની ૧૦ કંપનીઓમાં કુલ મળીને રૂ.૪૩,૪૫૫ કરોડનું હોલ્ડિંગ છે. મ્યુચ્યુઅલ ફંડોના આ હોલ્ડિંગ મૂલ્યમાં કેટલો ઘટાડો થયો એના આંકડા ૨૨, નવેમ્બરના ઉપલબ્ધ બનશે. મ્યુચ્યુઅલ ફંડ રિસર્ચ કંપની વેેલ્યુ રિસર્ચના આંકડા મુજબ ભારતીય એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસીઝ) ૧૦ લિસ્ટેડ કંપનીઓમાં એનડીટીવી સિવાય હોલ્ડિંગ ધરાવે છે.૧૦ અદાણી ગ્રુ. કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડોનું હોલ્ડિંગનું મૂલ્ય જે જુલાઈમાં રૂ.૪૧,૮૧૪ કરોડનું હતું એ ઓકટબરમાં વધીને રૂ.૪૩,૪૫૫ કરોડ થયું હતું.

    Adani's companies
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Apple company એ આજથી ભારતમાં નવો આઈફોન 17 લોન્ચ

    September 19, 2025
    રાષ્ટ્રીય

    Insurance ખરીદવા : લોન્ચ થયો `બીમા સુગમ’

    September 19, 2025
    વ્યાપાર

    હિંડનબર્ગ કેસમાં અદાણીને SEBI ની કિલનચીટ

    September 19, 2025
    વ્યાપાર

    નવા GST ફેરફારો વિશે દ્વિધા છે ? સરકારે તમામ `સવાલ’ના જવાબ જાહેર કર્યા

    September 19, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 18, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ

    September 19, 2025

    મેચમાં જીત બાદ જ Sri Lankan ન ખેલાડીને મળ્યા પિતાના નિધનના સમાચાર

    September 19, 2025

    Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

    September 19, 2025

    Ahmedabad માં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

    September 19, 2025

    Anirudhsinh Jadeja ની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ કરવું પડશે

    September 19, 2025

    ફિલ્મ સેટ પર બેભાન થયા બાદ 46 વર્ષના એક્ટર Robo Shankar નું નિધન

    September 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, કાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ

    September 19, 2025

    મેચમાં જીત બાદ જ Sri Lankan ન ખેલાડીને મળ્યા પિતાના નિધનના સમાચાર

    September 19, 2025

    Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

    September 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.