Mumbai,તા.22
સોના-ચાંદીના ભાવો ઉછાળો આવવા છતાં માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે ત્યારે સોનામાં ફરી જોરદાર તેજી જોવા મળી રહી છે. યુક્રેન-રશિયાનું યુદ્ધ વધુ ભયંકર બનતા સેઇફ હેવન ડિમાન્ડના વધારાથી સોનુ ઉછળ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનુ વધીને 2667.20 ડોલર અને ચાંદી વધીને 31.38 ડોલરની સપાટીએ પહોંચી હતી.
સ્થાનિક માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ, રાજકોટમાં 1000 અને ચાંદીના ભાવ સ્થિર રહ્યો છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકી ડોલરમાં સેઇફ હેવન ડિમાન્ડ વધી હતી જેને કારણે અમેરિકા ડોલર ઇન્ડેક્સ વધીને 106.60 પોઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાના 30 વર્ષીય ફીક્સ્ડ મોર્ગેજ રેટ તા.15મી નવેમ્બરે પુરા થયેલા સપ્તાહના અંતે સતત ચોથે સપ્તાહે વધીને ચાર મહિનાની ઉંચી સપાટીએ 6.90 ટકાએ પહોંચ્યા હતા જે અગાઉના સપ્તાહે 6.86 ટકા હતા.