Morbi તા.૨૨
વીરપર ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બાઈક કાહ્લ્ક વૃદ્ધ પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબી મોર ભગતની વાડીમાં રહેતા ગૌતમભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૪૨) વાળાએ સ્વીફ્ટ ડીઝાયર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલ એલપીજી પંપ પાસે ફરિયાદીના પિતા ગોવિંદભાઈ પરમાર બાઈક લઈને જતા હતા ત્યારે પાછળથી ટક્કર મારી હતી જેથી ફરિયાદીના પિતા ગોવિંદભાઈ પરમાર પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે