(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૦
Morbi નજીક આવેલ ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન રાત્રીના સુતો હતો ત્યારે સાપ કરડી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે
મોરબીના જેતપર ઈ ટાઈલ્સ કંપનીમાં કામ કરતા સનોજ નગીનાભાઈ યાદવ (ઉ.વ.૨૫) નામના યુવાન રાત્રીના કંપનીમાં સુતો હતો ત્યારે ઝેરી સાપ કરડતા યુવાનનું મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

