Morbi તા.૨૨
હાલ ઓનલાઈન ફ્રોડ અને વ્હોટસ એપ કોલ મારફત અનેક પ્રકારની ચીટીંગ થતી રહે છે જેમાં મોરબીના વેપારીને એક ઇસમેં વ્હોટસ એપમાં મેસેજ કરી પોતાને કંપનીનો ડાયરેક્ટર દર્શાવી ડીલર પાસેથી એડવાન્સ પેમેન્ટ પેટે ૯૮ લાખની રકમ મેળવી લઈને છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના આલાપ રોડ પર રહેતા કેતનભાઈ પ્રભુલાલ દલસાણીયા (ઉ.વ.૩૮) વાળા વેપારીએ મોબાઈલ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ અને યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ના ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૯-૧૧-૨૦૨૪ ના બપોરના સમયે કેતનભાઈ પોતાની કોરલ ટાઈલ્સ પ્રા. લી. ની ઓફિસે હતા ત્યારે આરોપીએ વ્હોટસ એપ મેસેજ કરી પોતે જોન્સન કંપનીના એકઝીકયુંટીવ ડાયરેક્ટર શરત ચાંડાક હોવાનું જણાવી વાત કરી હતી જે આરોપીએ કેતનભાઈને વિશ્વાસમાં લઈને કંપનીના યુકો બેંક એકાઉન્ટમાં ૯૮ લાખ ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે મોકલી આપવા ચેટથી વાત કરી હતી
જેથી કેતનભાઈએ યુકો બેંક ખાતામાં ૯૮ લાખની રકમ છઝૠજ દ્વારા મોકલી આપી હતી બાદમાં ફરિયાદી વેપારીએ શરત ચાંડાક સાથે વાત કરતા તેઓએ કોઈ મેસેજ ના કર્યા હોવાનું જણાવ્યું હતું અને મોબાઈલ નંબર તેમજ બેંક ખાતા ધારકે મળીને ગુનાહિત કાવતરું રચી વેપારી સાથે ૯૮ લાખની ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે