Morbi તા.૨૨
ઇન્દિરાનગર વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે દારૂની ૨૦ બોટલનો મુદામાલ કબજે લીધો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઇન્દિરાનગરમાં રહેતા યુસુફ મોવરના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી દારૂની ૩૭૫ મિલીની બોટલ નંગ ૨૦ કીમત રૂ ૪૮૦૦ નો જથ્થો કબજે લીધો હતો રેડ દરમિયાન આરોપી યુસુફ ઇકબાલ મોવર હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે