Morbi,તા.12
વાવડી ચોકડીએ હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમા આવી છે જેમાં અજાણ્યા બોલેરો કારના ચાલકે એકટીવાને ઠોકર મારતા એકટીવા સવાર વૃદ્ધ પડી જતા ગંભીર ઈજાને પગલે મોત થયું હતું અકમ્સત બાદ બોલેરો ચાલક નાસી ગયો હતો
મોરબીના ગ્રીન ચોક પાસે હવેલી શેરીમાં રહેતા જયદાન અંબાદાન જીબા ગઢવી (ઉ.વ.૩૭) વાળાએ અજાણ્યા બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૯ ના રોજ ફરિયાદીના પિતા અંબાદાન ગઢવી એકટીવા લઈને વાવડી ચોકડી પાસેથી જતા હતા ત્યારે અજાણ્યા બોલેરો ગાડીના ચાલકે એકટીવાને ઠોકર મારી નીચે પછાડી દીધા હતા જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ અજાણ્યો બોલેરો ગાડીનો ચાલક નાસી ગયો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે