(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૧
Morbiના જોધપર નદી ગામની સીમમાં રહેતી મુસ્લિમ પરિણીતા સાસુ તેમજ જેઠ અને જેઠાણી દ્વારા માનસિક ત્રાસથી કંટાળી ઘાસમાં છાંટવાની દવા પી લેતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના જોધપર નદી ગામની સીમમાં વાડીએ રહેતા રજીયાબેન જબારખાન બલોચ (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ આરોપીઓ જરીનાબેન મીરખાન બલોચ, રૂસ્તમખાન મીરખાન બલોચ અને જેન્મબેન મહમદખાન બલોચ રહે બધા હાલ હડમતીયા તા. ટંકારા મૂળ ત્રણેય બનાસકાંઠા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રજીયાબેનને સાસુ જરીનાબેન, જેઠ રૂસ્તમભાઈ અને જેઠાણી જેન્મબેન દ્વારા કામ બાબતે મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા કંટાળી જઈને રજીયાબેન ઘાસમાં છાંટવાની દવા પી લીધી હતી મોરબી મહિલા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

