New Delhi તા.18
એલએસી વિવાદ મુદ્દે એનએસએ અજીત ડોભાલ આજે ચીનની યાત્રાએ જશે. બીજીંગમાં લગભગ પાંચ વર્ષનાં અંતરાલ બાદ તેમની ચીનની અધિકૃત યાત્રા હશે. સુત્રો અનુસાર આ દરમ્યાન સીમા મુદ્દા પર વિશેષ પ્રતિનિધિ વાર્તા (એસઆરસંવાદ)માં ભારતીય પ્રતિનિધિ મંડળનુ નેતૃત્વ કરશે.આ પહેલા એસઆર સંવાદ ડીસેમ્બર 2019 માં નવી દિલ્હીમા થયુ હ્તું.
સુત્રોએ જણાવ્યું હતું કે ડોભાલની ચીન યાત્રા દરમ્યાન આયોજન સ્થળને લઈને કોઈ અધિકૃત નિવેદનથી ઉલ્લેખનીય છે કે દેપસાગ અને ડેમચોકથી સૈનિકોનાં પાછળ રહ્યા બાદ બન્ને દેશો વચ્ચે વાતચીતનો નવો દોર શરૂ થવાની આશા છે વાતચીત માટે ભારત તરફથી ડોભાલ અને ચીન તરફથી વિદેશમંત્રી વાંગ યી નેતૃત્વ કરશે.

