Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat:ડુમસ રોડ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ કરવા બ્રિજ બનાવવાના બદલે BRTS બસ સ્ટેન્ડ હટાવો
    સુરત

    Surat:ડુમસ રોડ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ કરવા બ્રિજ બનાવવાના બદલે BRTS બસ સ્ટેન્ડ હટાવો

    Vikram RavalBy Vikram RavalDecember 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.18

    સુરત બારડોલી રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે 39 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે પરંતુ સુરત ડુમસ રોડ પર ટ્રાફિકની કાયમી સમસ્યા હળવી કરવા માટે સ્થાનિક કોર્પોરેટરે પોલીસ અને પાલિકા વચ્ચે સંકલન કરીને કરોડોના ખર્ચે ઓવર બ્રિજ બનાવવાના બદલે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ દૂર કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થાય તેવી રજૂઆત કરી છે. પોલીસ અધિકારીની સ્થળ મુલાકાત દરમિયાન હકારાત્મક અભિગમ જોતા કોર્પોરેટરે મેયર-કમિશ્નરને રજુઆત કરીને ફ્લાય ઓવર બ્રિજના બદલે બસ સ્ટેન્ડ હટાવવાનો પ્રયોગ કરવા માટે રજૂઆત કરી હતી. જો આ પ્રયોગ સફળ થાય તો પાલિકાનો ફ્લાય ઓવર બ્રિજ બનાવવાના કરોડો રૂપિયા બચે અને લોકોને ટ્રાફિક સમસ્યાથી પણ રાહત મળી શકે છે. 

    સુરતમાં વસ્તી સાથે વાહનોની સંખ્યા વધી રહી છે તેના કારણે ટ્રાફિક સમસ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. પાલિકા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ અને રસ્તા પહોળા કરવાની કામગીરી કરી રહી છે તેમ છતાં અનેક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. સુરત ડુમસ રોડ પર સરગમ શોપિંગ સેન્ટરથી રાહુલ રાજ મોલ સુધી પીપલોદ ગામ વાળો એક જ એપ્રોચ રોડ મળે છે જેથી આ રોડ પર કારગીલ ચોક પર સિગ્નલ બંધ થાય ત્યારે ભારે ટ્રાફિક સમસ્યા થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક લોકોએ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી. 

    આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતા રોડ છે અને સંખ્યાબંધ સ્કૂલ આવી હોવાથી અનેક બસ અને યુનિવર્સિટી હોવાથી સ્ટુડન્ટનો પણ ટ્રાફિક રહે છે. આ સમસ્યા નિવારવા માટે સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા બીગબજાર પાસે કટ આપવા માટેની પોલીસ વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી હતી. જોકે, આ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બિગ બજાર પાસે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ છે તેને હટાવવાની જરૂર પડી શકે તેમ છે. પોલીસ પાસેથી સ્થળ પરથી આ માહિતી મળતા સ્થાનિક કોર્પોરેટરે બસ સ્ટેન્ડ હટાવવાની મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરને ટેલિફોનિક રજૂઆત કરી હતી. મેયર હાલ સુરત બહાર છે પરંતુ ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે પ્રયાસ કરવા માટે ખાતરી આપી છે. જો આ પ્રયોગ સફળ રહે તો ફ્લાય ઓવર બ્રિજનો ખર્ચ પણ બચી જશે અને ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    સુરત

    Surat માં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    સુરત

    વરસાદથી તારાજી બાદ Harsh Sanghviની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, ૮૦૦થી વધુ લોકોને રૂ.૬,૮૦૦ લેખે કેશડોલની ચૂકવણી

    July 10, 2026
    સુરત

    Suratમાં પૂર અને ભારે વરસાદનો કાળો કહેર; મૃત્યુઆંક ૪૧ પર પહોંચ્યો, વધુ ૮ લાશ મળી

    July 10, 2026
    સુરત

    Suratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ

    July 8, 2026
    સુરત

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.