New Delhi,તા.23
પાંચ વર્ષ કોઈ આરોપ વિના આરોપીને જેલમાં રાખવો એ કેસ વિના સજા આપવા સમાન છે., સુપ્રિમ કોર્ટે એક કેસમાં આ ટીપ્પણી કરી તહી. સુપ્રિમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટ અને મહારાષ્ટ્ર સરકારને એક એવી સીસ્ટમ વિકસીત કરવાનું કહ્યું છે કે જેથી એ નિશ્ચિત થઈ શકે કે આરોપીઓને દર તારીખે પ્રત્યક્ષ રીતે કે ડીઝીટલી નીચલી અદાલતના ન્યાયાધીશ સમક્ષ રજુ કરી શકાય જેથી સુનાવણી લાંબી ન ચાલે.
કોર્ટે એક આરોપીને જામીન આપવાનો ઈન્કાર કરવાના બોમ્બે હાઈકોર્ટનાં આદેશને પડકારતી અપીલ પર વિચાર કરતાં કહ્યું હતું કે આ દુ:ખદ સ્થિતિ છે. ન્યાયમુર્તિ વી.આર.ગવઈ અને ન્યાયમુર્તિ કે.બી.વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે આ કોઈ એક કેસ નથી બલકે અનેક મામલામાં આવી મુશ્કેલી ઉભી થાય છે.
કોર્ટે પોતાના આદેશમાં ઉલ્લેખ કર્યો હતો કે રેકોર્ડ પર રાખવામાં આવતી સામગ્રીથી ખબર પડે છે કે છેલ્લા 6 વર્ષમાં 102 તારીખોમાંથી મોટાભાગની તારીખો પર આરોપીને અદાલતનાં નહોતો રજુ કરવામાં આવ્યો આટલો વિલંબ પીડીતનાં હિતમાં નથી.
જો કોઈ આરોપીને લગભગ પાંચ વર્ષ સુધી આરોપો નકકી કર્યા વિના જેલમાં રાખવામાં આવે તો આ માત્ર ઝડપી સુનાવણીનાં અધિકારોનો ભંગ છે.બલકે કોઈ કેસ વિના સજા દેવા સમાન માનવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, મકોકાની જોગવાઈઓ અનુસાર નોંધાયેલા એક કેસમાં અરજદારની જામીન અરજી ફગાવી હતી. હવે સુપ્રિમ કોર્ટે અપીલ સ્વીકારી અપીલકર્તાને 50 હજાર રૂપિયાનાં બોન્ડ અને એટલી જ રકમના એક કે વધુ જામીનદારો પર જામીન આપ્યા છે.