Melbourne, તા.31
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલીયા સામેની હાર છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના પોઈન્ટ ટેબલમાં ભારતને કોઈ સ્થાનનુ નુકશાન નથી થયુ.જોકે ત્રીજા ક્રમે રહીને પણ ટીમની પોઈન્ટ ટકાવારી ઘટી છે.

ભારતની પોઈન્ટ ટકાવારી 55.88 થી 52.78 ની થઈ છે. જયારે બીજા ક્રમે રહેલી ઓસ્ટ્રેલીયાની પોઈન્ટ ટકાવારી વધીને 58.89 થી 61.46 થઈ છે.સાઉથ આફ્રિકા (66.67), પહેલી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવીને પહેલીવાર WTC ફાઈનલમાં પહોંચી ગઈ છે.
હવે સિડનીમાં ટેસ્ટ જીતીને જ ભારતીય ટીમ ફાઈનલીસ્ટ બનવાની રેસમાં ટકી શકશે ત્યારબાદ રોહીત એન્ડ કંપનીએ 2025 ની જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમાનારી ઓસ્ટ્રેલીયા અને શ્રીલંકાની બે મેચની ટેસ્ટ સીરીઝ પર નજર રાખવી પડશે.

