Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો
    • સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે
    • Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક
    • હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા
    • Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો
    • Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય
    • આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત
    • દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara જિલ્લામાં ઉતરાયણને અનુલક્ષીને આજથી કરુણા અભિયાન
    વડોદરા

    Vadodara જિલ્લામાં ઉતરાયણને અનુલક્ષીને આજથી કરુણા અભિયાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.10

     ઉતરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તા.14 ના રોજ ઉતરાયણ અને તારીખ 15મીએ વાસી ઉતરાયણ એમ બે દિવસ ઉતરાયણ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી થવાની છે. વડોદરામાં જિલ્લા પશુપાલન નિયામક અને 1962 કરુણા હેલ્પલાઇન દ્વારા કરુણા અભિયાન અંતર્ગત અબોલ પક્ષીઓને બચાવવાના ઉદ્દેશ્ય સાથે તારીખ 10 થી 20 સુધી રેસ્ક્યુ સેન્ટર, પશુ મોબાઈલ ટીમ કાર્યરત કરવામાં આવી છે.

    ઉતરાયણ પર્વમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓને સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.10 થી તા.20  દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગના ધારદાર દોરાથી પક્ષી ઘાયલ થાય તો તેને સરળતાથી સારવાર મળી શકે તે માટે એનજીઓ સાથે બેઠક યોજી કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પશુપાલન નિયામક, 1962 પ્રોજેક્ટ મેનેજર અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરનાં જણાવ્યા અનુસાર ઘાયલ પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે ઉતરાયણના તહેવારમાં જિલ્લાના તમામ પશુ દવાખાના ચાલુ રાખવામાં આવશે. વડોદરા શહેરમાં સાત સ્થળ પર પશુ દવાખાનાની ટીમ ઉપરાંત 1962 પશુ દવાખાનાની મોબાઈલ ટીમ પણ રાખવામાં આવી છે. પંડયા બ્રિજ, ભુતડી ઝાંપા વેટરનરી દવાખાના પાસે, વાઘોડિયા રોડ, ગોત્રી, સમા અને મકરપુરા બસસ્ટેન્ડ પાસે પશુઓની સારવાર માટે સાત મોબાઈલ ટીમ કાર્યરત રહેશે.

    આ સાથે સેવાભાવી સંસ્થાઓ સાથે પણ બેઠક કરીને ઘાયલ થતા પશુ પક્ષીઓને બચાવવા કંટ્રોલરૂમ અને સારવાર કેન્દ્રો ઊભા કરવા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરનાર છે. ચાઈનીઝ દોરી અને પતંગના વેચાણને અટકાવવા ચેકિંગ કરાશે. ગંભીર ઈજાગ્રસ્ત પક્ષીઓને કાર્યરત રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર આપવામાં આવશે. ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષી કે બીમાર પશુ જોવા મળે તો 1962 નંબર તથા 8320002000 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર અને આગામી દિવસોમાં કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાશે. જેના પર સંપર્ક કરતા મેડિકલ અને એનજીઓની ટીમ સ્થળ પર આવી સારવાર કરે તેવું આયોજન કરાયું છે. ગયા વર્ષે કરુણા અભિયાન દરમિયાન વડોદરા જિલ્લામાં 10,700 થી વધુ પશુ પક્ષીઓને બચાવીને સારવાર પૂરી પાડવામાં આવી હતી.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    વડોદરા

    Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ

    April 28, 2026
    રાજકોટ

    Vadodara: વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત

    April 28, 2026
    વડોદરા

    Vadodara: સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

    April 28, 2026
    વડોદરા

    Vadodara: MS Universityમાં ગયા વર્ષ કરતા બમણા PHD સ્ટુડન્ટસે પ્રવેશ લીધો

    April 28, 2026
    વડોદરા

    Vadodara રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026

    હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા

    May 4, 2026

    Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો

    May 4, 2026

    Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.