સોશિયલ મીડિયા મારફતે 4 વર્ષથી પાંગરેલા પ્રેમ સબંધમા 4 માસ પહેલા કિશોરીને રાજકોટ લાવી આચર્યું કૃત્ય
રાGondal,તા,18
સોશિયલ મીડિયા મારફતે પાંગરેલા પ્રેમ સબંધમાં ગોંડલ શહેરના વોરા કોટડા રોડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા સાથે ભગવત પરા વિસ્તારના યુવાને રાજકોટ શહેરના અટલ સરોવર ખાતે લઈ જય છેડતી કર્યા અંગેની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ગોંડલ શહેરના વોરા કોટડા રોડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા ની ભગવત પરા વિસ્તારમાં રહેતા રવિ રાજુ ગોહિલ નામના શખ્સે જાતીય સતામણી કર્યા અંગેની સીટી પોલીસ મથકમાં પીડિતાના માતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા અને રવિ રાજુ ગોહેલ ચાર વર્ષ પૂર્વે instagram માં સંપર્કમાં આવેલા બાદ બંને વચ્ચે વાતચીતની આપને થતા બાદ રવિ રાજુ ગોહિલે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી રાજકોટ શહેરના અટલ સરોવર ખાતે લાવી ત્યાં સેડતી કર્યા અંગેનું ખુલતા પોલીસે રવિ રાજુ ગોહેલ નામના શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.