New Delhi તા.1
અનેક કંપનીઓ લાઈફ ઈન્સ્યોરન્સને અગાઉથી જ રોકાણ તરીકે રજુ કરી રહી છે અને તેમાં અનેક વિકલ્પ પણ આપી રહી છે. હવે સેબી ચીફ માધવી પુરી બુચે કહ્યું હતું કે અમે કોમ્બો એટલે કે એક સંયુક્ત પ્રોડકટ લાવવાની યોજના તૈયાર કરી રહ્યા છીએ, જેમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ લાઈફ ઈન્સ્યોરન્સની સાથે રોકાણને પણ જોડશે.
સેબી ટુંક સમયમાં જ આ પ્રસ્તાવ પર એક પરામર્શ પત્ર લઈને આવશે. સેબીનું કહેવું છે કે, આ પ્રોડકટ વધુ લોકો સુધી વીમા અને રોકાણને પહોંચાડવાની દ્દષ્ટિએ મહત્વની રહેશે.
ઉલ્લેખનીય છે કે, માધવી બુચનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પુરો થવા જઈ રહ્યો છે એ પહેલા તેમણે આ કોમ્બો પ્રોડકટની તૈયારીની જાહેરાત કરીને સામાન્ય લોકોની સાથે સાથે વીમા અને રોકાણ કંપનીઓને પણ નવી તકો આપી છે.
માધવી પુરીએ જણાવ્યું હતું કે, આનો ઉદેશ ખાસ કરીને ગ્રામીણ રોકાણકારોની જરૂરિયાતો પુરી કરવાની છે, જયાં એસઆઈપી વિસ્તારની સંભાવના છે. આથી ઈન્સ્યોરન્સ નો ખર્ચ પણ વધશે.