Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Salman Khan નો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા

    June 15, 2026

    Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે

    June 15, 2026

    Kriti Sanon ને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Salman Khan નો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા
    • Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે
    • Kriti Sanon ને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી
    • Saiee Manjrekar and Raghav Juyal ઇક્કાઇ ફિલ્મમાં જોડી જમાવશે
    • છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી Mouni Roy
    • મેં મારી જિંદગીને ક્યારેય ‘સંઘર્ષ’ તરીકે નથી જોઈ: Raghubir Yadav
    • સ્મૃતિની તોફાની બેટિંગ અને દીપ્તિની ‘પંચ’થી ભારતે પાકિસ્તાનને 64 રને પરાસ્ત કર્યું
    • India-Pakistan હાઈવોલ્ટેજ મેચ પહેલા `નો હેન્ડશેક’ વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Balen Shahના આદેશના કારણે ભારત-નેપાળ બોર્ડર પર વિવાદ
    રાષ્ટ્રીય

    Balen Shahના આદેશના કારણે ભારત-નેપાળ બોર્ડર પર વિવાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2026Updated:April 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહેસૂલના નામે સાંસ્કૃતિક સંબંધોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે આને મધેશ ક્ષેત્ર માટે અઘોષિત નાકાબંધી ગણાવાઈ રહી છે

    New Delhi,તા.૨૧

    ભારત અને નેપાળ વચ્ચેના વર્ષો જૂના રોટી-બેટીના સંબંધોમાં અત્યારે કડવાશ જોવા મળી રહી છે. નેપાળની નવયુવાન સરકાર અને બાલેન શાહના નેતૃત્વવાળી ટીમે સરહદ પર કસ્ટમ નિયમો અત્યંત કડક બનાવતા રક્સૌલ-બીરગંજ બોર્ડર પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

    નેપાળ સરકારે ભન્સાર મહેસૂલ અધિનિયમ ૨૦૮૧ હેઠળ જાહેરાત કરી છે કે, હવે ભારતથી નેપાળમાં પ્રવેશતી વખતે રૂ.૧૦૦ થી વધુની કિંમતનો સામાન લાવનાર વ્યક્તિએ કસ્ટમ ડ્યુટી (ભન્સાર શુલ્ક) ચૂકવવો પડશે. બીરગંજ સરહદ પર આર્મ્ડ પોલીસ ફોર્સ (છઁહ્લ) દ્વારા માઈકિંગ કરીને આ અંગે સતત ચેતવણી આપવામાં આવી રહી છે. સામાન્ય જનતા અને મહિલાઓના બજેટ પર ફટકો પડી રહ્યો છે. નેપાળના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો, ખાસ કરીને મહિલાઓ, ઘરવખરીનો સામાન ખરીદવા માટે બિહારના સરહદી શહેરોમાં આવતા હતા. નેપાળમાં મોંઘવારી વધારે હોવાથી લોકો બિહારથી સસ્તો સામાન ખરીદતા હતા. હવે છઁહ્લ ના જવાનો દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય નાગરિકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી છે.

    આ કડક નિયમ સામે જન અધિકાર પાર્ટી અને અન્ય સંગઠનોએ વિરોધ શરૂ કર્યો છે. પાર્ટી અધ્યક્ષ ડો. શરદ સિંહ યાદવના નેતૃત્વમાં શંકરાચાર્ય ગેટ અને વીરગંજ બોર્ડર પર જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષોનું કહેવું છે કે, મહેસૂલના નામે સાંસ્કૃતિક સંબંધોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આને મધેશ ક્ષેત્ર માટે અઘોષિત નાકાબંધી ગણાવાઈ રહી છે.

    માત્ર જનતા જ નહીં, પરંતુ નેપાળના સત્તા પક્ષમાં પણ આ નીતિનો વિરોધ શરૂ થયો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના સાંસદોએ વડાપ્રધાન બાલેન શાહ અને ગૃહમંત્રી પાસે આ નીતિ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. કાઠમાંડુમાં પણ આ ટેક્સ નીતિ સામે દેખાવો થઈ રહ્યા છે.

    વધતા તણાવને જોઈને મધેશ પ્રદેશના પોલીસ પ્રમુખ ડ્ઢૈંય્ ગોવિંદ થપલિયાએ પોલીસને સૂચના આપી છે કે ઘરેલું સામાન લાવતા નાગરિકોને બિનજરૂરી પરેશાન ન કરવા અને સંવેદનશીલતા રાખવી. બીરગંજ ઉદ્યોગ વાણિજ્ય સંઘના ઉપાધ્યક્ષ માધવ રાજપાલનું માનવું છે કે શરૂઆતમાં તકલીફ પડશે, પરંતુ લાંબા ગાળે આનાથી નેપાળના સ્થાનિક વેપારને ફાયદો થશે. સરકાર આ પગલાને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેનું પગલું ગણાવી રહી છે, પરંતુ સરહદી વિસ્તારોમાં આ આર્થિક અને માનસિક તણાવનું કારણ બની રહ્યું છે.

    Balen Shah India-Nepal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા

    June 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા

    June 15, 2026
    રાષ્ટ્રીય

    US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ

    June 15, 2026
    રાષ્ટ્રીય

    પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી, વાતચીત ચાલુ રાખવી જોઈએ : RSS chief Mohan Bhagwat

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Salman Khan નો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા

    June 15, 2026

    Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે

    June 15, 2026

    Kriti Sanon ને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી

    June 15, 2026

    Saiee Manjrekar and Raghav Juyal ઇક્કાઇ ફિલ્મમાં જોડી જમાવશે

    June 15, 2026

    છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી Mouni Roy

    June 15, 2026

    મેં મારી જિંદગીને ક્યારેય ‘સંઘર્ષ’ તરીકે નથી જોઈ: Raghubir Yadav

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Salman Khan નો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા

    June 15, 2026

    Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે

    June 15, 2026

    Kriti Sanon ને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.