સંત કબીર રોડ પરથી વિદેશી દારૂની ૧૮ બોટલ સાથે બે શખ્સ પકડાયા
Rajkot,તા.15
શહેર પોલીસ બે સ્થળે વિદેશી દારૂના દોરડા પાડ્યા છે. જેમાં બામણબોર ગામ નજીક કારમાંથી શરાબની ૧૨૧ બોટલ અને સંત કબીર રોડ પરથી શરાબની ૧૮ બોટલ મળી, કાર અને શરાબની ૧૩૮ બોટલ મળી રૂ ૨ ૫૫ લાખના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરોને ઝડપી લીધા છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પર એરપોર્ટ પીએસઆઇ એસ એસ જાડેજા અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યાર બામણબોર પાસે વસુંધરા ગામેથી G J 03 એમ એચ 4721 નંબરની શંકાસ્પદ કાર અટકાવા જતા કાર રોડ થી નીચે ઉતરી ગઈ હતી. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૨૧ બોટલ મળી આવી હતી. કાર અને વિદેશી દારૂ મળી, રૂ. ૨.૪૫ લાખના મુદ્દામાલ કબજે કરી થાન તાલુકાના દેવપરા ગામે રહેતો અનિલ ભના મકવાણા અને વાંકાનેરના જેપુર ગામે રહેતો શૈલેષ ગોરધનભાઈ બાવરીયા નામના બુટલેગરોની ધરપકડ કરી છે .જ્યારે બી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ એચ.એમ કોઠીવાર સહિતના સ્ટાફ પેટ્રોલિંગ હતા ત્યારે સંત કબીર રોડ પર આવેલા ત્રિવેણી ગેઇટ પાસેથી વિદેશી દારૂની ૧૮ બોટલ સાથે સંત કબીર રોડ પર આવેલી પ્રજાપતિ સમાજની વાડી પાસે રહેતો નિકુંજ મનસુખભાઈ વિઠલાણી અને પ્રજાપતિ નગર ૦૧, કૃષ્ણ કોમ્પલેક્ષ 201માં રહેતો જય જીતેન્દ્રભાઈ પડીયા નામના શખ્સની ઝડપી લીધા છે.