પત્ની અને બાળકને દર મહિને 10000 ખાધા ખોરાકી ચુકવવા ફેમીલી કોર્ટે મહત્વનો હુકમ
Rajkot તા.૧૬
શહેરમાં રહેતી પરિણીતાએ છુટાછેડા બાદ પોતાનું અને માસુમ પુત્રનું જીવન નિર્વાહ ચલાવવા માટે ફેમિલી કોર્ટ ભરણપોષણની માંગ કરતી અરજી અદાલતે અરજી મંજૂર કરી છે.જેમાં પત્ની અને બાળકને દર મહિને 10000 ખાધા ખોરાકી ચુકવવા ફેમીલી કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના કુવાડવા રોડ,સમર્પણ પાર્ટી પ્લોટ સામે, મધુવન પાર્કમા રહેતા આરતીબેનના વર્ષ ૨૦૧૬ માં પડધરી મોવૈયા સર્કલ પાસે,અજય પાર્કમા રહેતા વિપુલભાઈ પાદરીયા સાથે લગ્ન થયા હતા.
દાંપત્ય જીવનથી પુત્રનો જન્મ થયેલ હતો. બાદ પરણીતાને સાસુ, સસરા, નણંદ, મોટા સસરા, અને જેઠ દ્વારા દુઃખ ત્રાસ અપાતા હોવાની અંગે અણબનાવ ચાલતો હોય પતિ અને પત્ની અલગ રહેતા હતા. વિવિધ પ્રયત્ને સમાધાન નિષ્ફળ જતા પતિ દ્વારા ફેમીલી અદાલતમાં ડિવોર્સ મેળવવા કેસ દાખલ કરવામાં આવેલ હતો,પરિણીતાએ પોતાનું અને સગીર પુત્ર (ઉ.વ.૪) માટે પતિ વિપુલભાઈ પાદરીયા પાસે ભરણપોષણ મેળવવા કેસ દાખલ કરેલ હતો. ભરણપોષણ ના કેસમાં અરજદાર દ્વારા કેસ ને અનુરૂપ તેર પુરાવા પુરવાર કરવામાં પરિણીતાના એડવોકેટ સફળ થયા હતા, જયારે પતિ તરફે ૭ પુરાવાઓ પૈકી થોડા પુરાવાઓ અદાલત સમક્ષ પુરવાર થયેલા બાકીના સાબિત ન માની તે તમામ પુરાવાઓને કાયમી આંક આપવામાં આવેલ ન હતા.
અદાલત સમક્ષ પતિએ અભ્યાસ ચાલુ છે, પરિણીતાના એડવોકેટે પતિ બીઝનેસમેન હોવાના પુરાવાઓ, તેમજ સમજુતી કરારમાં વેપાર જાહેર કરેલ, પોલીસ નિવેદનમાં ધંધાનો પ્રકાર મજુરી લખાવેલ આમ તમામ બાબતે અદાલતનું ધ્યાન દોરી પરણીતા અને સગીર પુત્ર માટે સામાવાળાની આવક-કમાવાની શક્તિ, પક્ષકારોનો મોભો, ભરણપોષણ માગતી વ્યક્તિની પ્રથામિકતા, વિગેરે બાબતે થયેલ દલીલો સાથે અદાલત સહમત થઇ પતિ વિપુલભાઇ પાદરીયાએ આરતીબેનને માસિક રૂ.૬૦૦૦ અને સગીર પુત્ર ને રૂ.૪૦૦૦ અરજીની તા.૧૧-૧૧-૨૦૨૨ થી ચૂકવવાનો હુકમ કર્યો હતો.પત્ની ના ડિવોર્સ મંજુર થયેલ હોય છતાં પતિ પાસેથી આજીવન તેમજ પુત્ર પુખ્ત ઉમરનું ન થાય ત્યાં સુધી ભરણપોષણ મેળવવાના લાંબા સમય થી ચાલતા કાનૂની જંગ માં સફળ થયેલ છે.અરજદારો તરફે એડવોકેટ ભાવિન એ.વ્યાસ રોકાયા હતા.

