Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026

    Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી
    • ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ
    • Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ
    • Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ
    • Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી
    • Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ
    • Bharuchના બોરભાઠા ગામ પાસે કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
    • Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬૨૭નું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…સુપ્રીમ કોર્ટ પોલીસની વ્હારે
    લેખ

    તંત્રી લેખ…સુપ્રીમ કોર્ટ પોલીસની વ્હારે

    Vikram RavalBy Vikram RavalMarch 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુપ્રીમ કોર્ટ એ અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે, જેમાં એવી માંગ કરવામાં આવી છે કે પોલીસકર્મીઓના કામના કલાકો નક્કી કરવાની સાથે જ તેમને અઠવાડિક રજા આપવાનું સુનિશ્ચિત કરવામાં આવે. આ એક સચ્ચાઇ છે કે આપણા દેશમાં પોલીસ પર કામનું દબાણ વધતું જાય છે. સમય સાથે તેની જવાબદારીઓ તો વધતી જાય છે, પરંતુ તેને જોઇતી સુવિધાઓ અને સંસાધન નથી મળી શકતાં. સરેરાશ પોલીસકર્મીઓના કામના કલાકો નક્કી નથી હોતા. તેમણે નક્કી અવધિ કરતાં લાંબી ડ્યૂટી કરવી પડે છે. અઠવાડિક રજા પણ તેમને બહુ મુશ્કેલીથી મળી શકે છે.

    આપણા દેશમાં સરેરાશ પોલીસકર્મી જેટલું કામ ત્રણ-ચાર દિવસમાં કરે છે, એટલું પશ્ચિમી દેશોમાં એક અઠવાડિયામાં લોકો કામ કરે છે. તેનું એક મોટું કારણ એ છે કે દેશમાં પોલીસ સંખ્યાબળના અભાવ સામે ઝઝૂમી રહ્યું છે. દરેક રાજ્યમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓનાં પદ ખાલી પડ્યાં છે. સમસ્યા એ છે કે રાજ્ય સરકારો સમય રહેતાં ખાલી પદોને ભરવામાં તત્પરતા નથી દેખાડતી. આ જ કારણે કેટલાક સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એ નિર્દેશ આપવા પ્ડયા હતા કે તમામ રાજ્ય પ્રાથમિકતાના આધારે ખાલી પદો ભરે.

    એ ઠીક છે કે ટેકનિકના પયોગે પોલીસનું કામ આસાન બનાવી દીધું છે, પરંતુ એ સમજવું જોઇએ કે જાહેર સ્થળો પર પોલીસની તૈનાતીનો કોઈ વિકલ્પ નથી. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે દર એક લાખ આબાદી પર ઓછામાં ઓછા ૨૨૨ પોલીસકર્મી હોવા જોઇએ, પરંતુ આપણા દેશમાં મોટાભાગના રાજ્યોમાં દર લાખની આબાદી પર તેનાથી અડધા પણ પોલીસકર્મી નથી. તેની ખરાબ અસર માત્ર પોલીસકર્મીઓના કામ અને તેમના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર જ નહીં, બલ્કે કાયદો અને વ્યવસ્થા પર પણ પડે છે. જરૂરી એ જ નથી કે પોલીસ પર કામના બોજને ઓછો કરવામાં આવે, પરંતુ એ પણ છે કે તેમને પર્યાપ્ત સંસાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. એવું કર્યા વિના કાયદો અને વ્યવસ્થાને બહેતર નહીં બનાવી શકાય. દેશના યોગ્ય વિકાસ માટે એ જરૂરી છે કે કાયદો અને વ્યવસ્થા લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરે.

    પોલીસના કામના કલાકો નક્કી કરવા અને તેને અપેક્ષિત સંસાધન ઉપલબ્ધ કરાવવાની સાથે એક જરૂરી કામ તેની કાર્યપ્રણાલી અને માનસિકતા બદલવાની હોવી જોઇએ. તેની અવગણના ન કરી શકાય કે આપણા દેશમાં પોલીસની છબિ જનહિતેચ્છ દળની નથી. તેનું મુખ્ય કારણ પોલીસમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર પણ છે. કેટલાક પોલીસકર્મી તો પોલીસની નોકરીને પરની કમાણીનો આસાન રસ્તો માને છે. ભારતીય પોલીસની એક મોટી સમસ્યા એ પણ છે કે તેણે રાજકીય દબાણમાં કામ કરવું પડે છે. મુશ્કેલી એ છે કે ના તો કેન્દ્ર સરકાર પોલીસ સુધારાને લઈને ગંભીર છે કે ના રાજ્ય સરકારો.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…નારીવાદ ઉગ્રવાદની મર્યાદાઓ પાર કરે છે

    July 18, 2026
    લેખ

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026
    લેખ

    તંત્રી લેખ… શાસકોની બેદરકારીના પરિણામો

    July 17, 2026
    લેખ

    આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

    July 16, 2026
    લેખ

    તંત્રી લેખ… ખૂબ જ પીડાદાયક ઘટના

    July 16, 2026
    લેખ

    ઋતુ એક જ પણ એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026

    Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

    July 18, 2026

    Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી

    July 18, 2026

    Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026

    Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.