Jamnagar તા ૧૩
જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ગયેલા બે યુવાનોના મોબાઈલ ફોન ગીરદીનો લાભ લઇ કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા કાદરભાઈ મેમણે પોતાના ખીસ્સામાંથી રૂપિયા ૧૨ હજાર ની કિંમત નો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયા નું સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે.
આ ઉપરાંત દિનેશભાઈ નામના અન્ય એક વ્યક્તિએ પણ પોતાના ખીસ્સામાંથી રૂપિયા ૧૩,૦૦૦ની કિંમત નો મોબાઇલ ફોન કોઈ તસકર ચોરી કરી લઈ ગયા નું પોલીસમાં જાહેર કર્યું છે. સીટી એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.