Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ
    • સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
    • પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે
    • Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી
    • બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan
    • Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું
    • Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ
    • ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Pakistani jail માં 123 ગુજરાતી સહિત 194 ભારતીય માછીમારો કેદ
    જામનગર

    Pakistani jail માં 123 ગુજરાતી સહિત 194 ભારતીય માછીમારો કેદ

    Vikram RavalBy Vikram RavalMarch 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jam Khambhaliya, તા.18
    આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે.

    જ્યારે ગુજરાતના નવ માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા. પાકિસ્તાનની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માછીમારો સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કરેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી શ્રી કિર્તીવર્ધનસિંહે આ માહિતી આપી હતી.

    વિદેશ રાજ્યમંત્રીના નિવેદન અનુસાર, ભારત અને પાકિસ્તાન દર વર્ષે તા. 1 જાન્યુઆરી અને તા. 1 જુલાઈના રોજ પોતપોતાની જેલોમાં કેદ એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપરત કરે છે. આ અંતર્ગત ગત 1 જાન્યુઆરી, 2025ના રોજ અપાયેલી યાદીમાં પાકિસ્તાને તેની જેલમાં 217 ભારતીય માછીમારો કેદ હોવાનું સ્વીકાર્યું હતું. આ યાદી અપાઈ ત્યારથી એક ભારતીય માછીમારનું અવસાન થયું છે અને 22 અન્ય ભારતીય માછીમારને મુક્ત કરીને ભારતને સોંપી દેવાયા છે.

    આ નિવેદનમાં ઉલ્લેખ કરાયો હતો કે, ભારતીય માછીમારોના કલ્યાણ, સુરક્ષા અને સલામતીને ભારત સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારની અટકાયતના જેવા સમાચાર મળે કે તુરત ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ હરકતમાં આવી જાય છે. પાકિસ્તાન સરકાર પાસેથી આ માછીમારો સાથે ભારતીય રાજદૂતની મુલાકાતની માગણી કરાય છે.

    તેમજ તેમને વહેલીતકે મુક્ત કરીને સ્વદેશ પરત મોકલાય તેની પણ વ્યવસ્થા કરાય છે. કાનૂની સહાયતા સહિત ભારતીય માછીમારોને તમામ સંભવિત મદદ પહોંચાડાય છે. પાકિસ્તાન સરકાર સમક્ષ ભારતીય દૂતાવાસ દ્વારા સતત ભારતીય માછીમારોની વહેલીતકે મુક્તિ તેમજ સ્વદેશગમનનો મુદ્દો ઉઠાવાય છે. એટલું જ નહીં, આ મામલો સંપૂર્ણપણે માનવતાવાદી ધોરણે તેમજ જીવનનિર્વાહને અનુલક્ષીને ધ્યાનમાં લેવામાં આવે તેવો સંદેશો આપવામાં આવે છે.

    ‘ઈન્ડિયા-પાકિસ્તાન એગ્રિમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ 2008’માં પાકિસ્તાન દ્વારા ધરપકડ કરાયેલા માછીમારોની મુક્તિ અને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયાની માર્ગદર્શિકા નિર્ધારિત કરાઈ છે. બંને દેશની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની બનેલી ‘ઈન્ડિયા-પાકિસ્તાન જ્યુડિશિયલ કમિટી ઓન પ્રિઝનર્સ’ દ્વારા કેદીઓ તેમજ માછીમારો સાથે માનવતાપૂર્ણ વ્યવહાર માટેનાં પગલાં ઉપરાંત તેમની વહેલી તકે મુક્તિની ભલામણ કરાય છે. બંને દેશની સરકારોએ 2008ની સાલમાં આ કમિટીની સ્થાપના કરી હતી જેની અત્યારસુધીમાં સાત વખત બેઠક યોજાઈ ચૂકી છે.

    વિદેશ રાજ્યમંત્રીના જવાબમાં ઉલ્લેખ કરાયો હતો કે, ભારત સરકારના માછીમારી વિભાગ, મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલય દ્વારા માછીમારોના કલ્યાણ માટે વિવિધ ફ્લેગશીપ કાર્યક્રમોનું સંચાલન કરાય છે. ગુજરાત સરકાર પણ કેદ કરાયેલા માછીમારોના પરિવારજનોને નાણાકીય સહાય પૂરી પાડવા રાહત યોજનાનું સંચાલન કરી રહી છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026

    Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી

    July 18, 2026

    બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan

    July 18, 2026

    Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.