New Delhi,તા.28
કામકાજ કરતાં ઓફિસોમાં મીટિંગ્સ, ઈ-મેઈલ અને ચેટ્સ વધુ હોય છે. કર્મચારીઓ તેમના વાસ્તવિક કાર્ય કરતા આખો દિવસ મીટિંગ્સ, ઈ-મેઈલ અને ચેટ્સ વધુ સામેલ હોય છે. માઇક્રોસોફ્ટના વર્ક ટ્રેન્ડ ઇન્ડેક્સ એન્યુઅલ રિપોર્ટ 2025માં આ તથ્યો સામે આવ્યાં છે.
રિપોર્ટ અનુસાર આજનાં વર્ક કલ્ચરમાં કંટાળો ઘણો વધી ગયો છે. આ કારણે ઓફિસમાં કામ કરવું એક પડકાર બનીને ઊભરી રહ્યું છે. સરેરાશ કર્મચારી દર બે મિનિટમાં વિક્ષેપનો અનુભવ કરે છે. આ રિપોર્ટ 31 દેશોનાં 31,000 લોકો પર આધારિત છે.
એઆઈ આપણી કામ કરવાની રીતને બદલશે :-
રિપોર્ટ અનુસાર, કાર્યસ્થળોમાં દરેક કર્મચારી પાસે એઆઈ આસિસ્ટન્ટ હશે અને તે ડિજિટલ એજન્ટને સૂચના આપવા અને મેનેજ કરવાનું કામ કરશે. કંપનીઓ ’ફ્રન્ટિયર ફર્મ્સ’માં ફેરવાશે, જે એઆઇ એજન્ટો સાથે વધુને વધુ કામ કરશે.
એઆઇ સાથે કામ કરવાની સફર ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે – પ્રથમ એઆઇ આસિસ્ટન્ટ, પછી એઆઇ ટીમના સભ્યો અને છેલ્લે એઆઇ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરશે.
≈ ઓફિસના કર્મચારીઓને દિવસમાં 275 વખત મીટિંગ્સ, ઇમેઇલ્સ અથવા ચેટ્સ પરેશાન કરે છે.
≈ 80 ટકા કર્મચારીઓ થાક અને સમયનાં અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.
≈ 42 ટકા કર્મચારીઓએ એઆઈ પસંદ કર્યું કારણ કે તે હંમેશાં ઉપલબ્ધ હોય છે.
≈ 30 ટકા લોકોએ એઆઇ કાર્યની ઝડપ અને ગુણવત્તાને પ્રાધાન્ય આપ્યું હતું.
≈ 28 ટકા એઆઈની અમર્યાદિત વિચારો ધરાવવાની ક્ષમતાનું મૂલ્ય ધરાવે છે.
≈ 46 ટકા લોકો એઆઈને આઈડિયા શેરિંગ માટે પાર્ટનર માને છે.
≈ 52 ટકા લોકો તેને કમાન્ડ-બેઝ્ડ ટૂલ તરીકે જુએ છે.
≈ 67 ટકા મેનેજર એઆઈ એજન્ટ સાથે કામ કરવાની જાણકારી ધરાવે છે.
≈ 40 ટકા કર્મચારીઓ પોતાની જાતને તૈયાર સમજે છે.
≈ 51 ટકા લોકો માને છે કે તેમની ટીમ આગામી પાંચ વર્ષમાં એઆઈ એજન્ટોને તાલીમ આપશે.

