SDRF-NDRF તૈનાત કરાઈ છે અને ૮,૩૨૪ લોકોનું સ્થળાંતર કરાયું છે. ૫૦.૮૩ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થયું છે
Valsad,તા.૨૧
ગુજરાતમાં ચોમાસું-૨૦૨૬ની સિઝન અંગે સંકલિત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૬૧.૫૯ મિમી (૧૦.૩૦ ઈંચ) એટલે કે કુલ મોસમી સરેરાશના ૨૮.૭૮% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો છેલ્લાં ત્રણ વર્ષ સરખામણી કરીએ તો વર્ષ ૨૦૨૩માં ૧૦૮.૧૬% (૯૪૮.૦૬ મિમી), ૨૦૨૪માં ૧૪૩.૧૪% (૧૨૬૩.૯૦ મિમી) અને ૨૦૨૫માં ૧૨૮.૫૭% (૧૧૩૩.૭૫ મિમી) સરેરાશ વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે જુલાઈના ત્રીજા સપ્તાહ સુધીમાં જ આશરે ૨૯% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતઃ સરેરાશ ૧૫૪૨ મિમી સામે અત્યાર સુધીમાં ૬૬૮.૬૫ મિમી (૪૩.૩૬%) વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ અહીં ૫૮.૦૨ મિમી સરેરાશ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રઃ સરેરાશ ૭૬૨ મિમી સામે ૨૩૦.૫૮ મિમી (૩૦.૨૫%) વરસાદ નોંધાયો છે.
પૂર્વ-મધ્ય ગુજરાતઃ સરેરાશ ૮૧૯ મિમી સામે ૧૬૧.૨૪ મિમી (૧૯.૬૯%) વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાતઃ સરેરાશ ૭૩૦ મિમી સામે ૧૦૭.૦૫ મિમી (૧૪.૬૬%) વરસાદ થયો છે.
કચ્છઃ સરેરાશ ૫૦૦ મિમી સામે અત્યાર સુધીમાં સૌથી ઓછો ૧૭.૧૦ મિમી (૩.૪૨%) વરસાદ પડ્યો છે.
તાલુકાવાર સ્થિતિ જોઈએ તો રાજ્યના કુલ ૨૫૧ તાલુકાઓમાંથી ૧૬ તાલુકાઓમાં ૧૦૦૦ મિમીથી વધુ, ૨૨ તાલુકાઓમાં ૫૦૧ થી ૧૦૦૦ મિમી, ૪૨ તાલુકાઓમાં ૨૫૧ થી ૫૦૦ મિમી, અને ૮૩ તાલુકાઓમાં ૧૨૬ થી ૨૫૦ મિમી જેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૨ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં સરેરાશ ૧૪.૨૫ મિમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ તોફાની વરસાદ વરસ્યો છે.
પારડી (વલસાડ)ઃ ૨૦૮ મિમી (૮.૧૯ ઈંચ)
ખેરગામ (નવસારી)ઃ ૨૦૨ મિમી (૭.૯૫ ઈંચ)
નાનાપોંઢા (વલસાડ)ઃ ૧૮૨ મિમી (૭.૧૭ ઈંચ)
વાપી (વલસાડ)ઃ ૧૮૨ મિમી (૭.૧૭ ઈંચ)
વલસાડ (તાલુકો)ઃ ૧૭૯ મિમી (૭.૦૫ ઈંચ)
મંગળવારે નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ
આ ઉપરાંત, આજે (૨૧ જુલાઈ) સવારે ૦૬ઃ૦૦ થી બપોરે ૧૬ઃ૦૦ કલાક સુધીના ૧૦ કલાકમાં પણ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં નવસારીના વાંસદામાં ૪.૫૭ ઈંચ (૧૧૬ મિમી), ચિખલીમાં ૩.૯૦ ઈંચ (૯૯ મિમી), ડાંગના વઘઈમાં ૩.૩૯ ઈંચ (૮૬ મિમી), નવસારીમાં ૩.૧૯ ઈંચ (૮૧ મિમી) અને ગણદેવીમાં ૩.૧૫ ઈંચ (૮૦ મિમી) વરસાદ નોંધાયો છે.

