Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
    • Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
    • Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
    • રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
    • વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
    • 18 જુલાઈનું પંચાંગ
    • 18 જુલાઈનું રાશિફળ
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat ના ૧૬ તાલુકામાં ધોધમાર વરસાદ; વિસાવદરમાં અઢી ઈંચ તો કોટડાસાંગાણીમાં પોણા ૨ ઈંચ
    ગુજરાત

    Gujarat ના ૧૬ તાલુકામાં ધોધમાર વરસાદ; વિસાવદરમાં અઢી ઈંચ તો કોટડાસાંગાણીમાં પોણા ૨ ઈંચ

    Vikram RavalBy Vikram RavalMay 22, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૧

    ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ૨૬ મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે ૨૧ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

    ગુજરાત પર  વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે. આજથી અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થશે, જે કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્‌યુલેશનની અસર જોવા મળશે. વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે ભારે અને તોફાની વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાાઝોડાની અસર થઈ શકે છે. આગામી ૨૮ મે બાદ બીજી સિસ્ટમ સક્રિય થવાની અંબાલાલ પટેલની આગાહી.

    દક્ષિણ પૂર્વ તટો પર ભારે વરસાદની શક્યતાઓ. ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. ૧૦ જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. ૨૦ જૂને ગુજરાતના ઘણા ભાગોમાં પડી શકે ભારે વરસાદ. કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ ભાવનગર જિલ્લામાં સર્વે હાથ ધરવામાં આવ્યો. તમામ દસ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ ૮૦ જેટલી ટીમો બનાવી નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. વરસાદથી આંબા, લીંબુ, પપૈયા, બાજરી, તલ, ડુંગળીના પાકને નુકસાન થયુ છે.

    હવામાન વિભાગની સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જહાગીરપુરા રાંદેર અડાજન કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ઉભો પાકને ભારે નુકસાન. કેરી ચીકુ સહિતના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ભારે ગરમી સામે સુરતી લાલાને રાહત મળી છે, ઓલપાડ, કામરેજ, કીમ, કોસંબા સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદ શરૂ થતા ડાંગર પકવતા ખેડુતોની હાલત કફોડી બની છે. ઓલપાડ તાલુકા સહિત અનેક તાલુકામાં ડાંગરની કાપણી ચાલી રહી છે. ડાંગરના પાકને નુકશાન  થવાની ભીતિ.

    નવસારીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો છે. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ  શરૂ થયો છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત  મળી છે. કમોસમી વરસાદના કારણે ખડુતોની ચિંતા વધી ગઈ છે. કેરી, ડાંગર જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે.

    જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા વિસાવદર શહેર થયુ પાણી પાણી. ભારે પવન ફુંકાયા બાદ વરસાદ વરસતા કેરી, તલ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભરઉનાળે ગુજરાતના ૧૬ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં અઢી ઈંચ તો કોટડાસાંગણીમાં પોણા ૨ ઈંચ વરસ્યો છે. હજું હવામાન વિભાગે ૫ દિવસ વરસાદની આગાહી આપી છે.

    અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકાળટ બાદ અમરેલી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસતા અમરેલી શહેર પાણી પાણી થયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં ભારે પવન ફુંકાયા બાદ અચાનક વરસાદ વરસ્યો. લીલીયા તાલુકાના શેઢાવદર, ક્રાંકચ, પુંજાપદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદ વરસતા શેઢાવદરની બજારોમાં નદીઓની માફક પાણી વહેતા થયા.

    ભારે પવન ફુંકાયા બાદ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસ્યો વરસાદ. ધારીના ચાલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. અસહ્ય ઉકાળાટ બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો, અમરેલી જિલ્લાના બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ..બગસરાના નવી હળીયાદ, જૂની હળીયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સાવરકુંડલા તેમજ ખાંભાના ગીર પંથક વરસાદ વરસ્યો. ભર ઉનાળે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ. ભારે પવન ફુંકાયા બાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદના પગલે ગોંડલ શહેરના રસ્તાઓ પર વહેતા થયા પાણી. કમોસમી વરસાદથી ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ. રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસ્યો એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસેલા વરસાદથી ઉમવાડા રેલવે અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે. ગોંડલ પંથકમાં પવન સાથે વરસેલા ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

    Ahmedabad GUJARAT Heavy-Rain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026
    રાજકોટ

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026
    રાજકોટ

    Rajkot આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ’એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.