Mithapur, તા.૨૪
યાત્રાધામ દ્વારકામાં વાહન હટાવવાના મામલે મહિલાઓ સહિત નવ શખ્સો દ્વારા હુમલો કરાતા આ મામલાની ફરીયાદ થઈ છે. દ્વારકા રૂપેણ બંદરે એક દુકાન નજીક એકટીવા પાર્ક કરવામાં આવતા અને અહીં જ ઓસમાણ ભેંસલીયાનુ મકાન હોય અને તેને વાહન નડતરરૂપ હોય તે હટાવી લેવાનુ જણાવતા આ અંગે બોલાચાલી કરીને ફરીયાદી ડેપાભા ભગાડ (ઉ.૨૧) અને પ્રવિણભા મોડભા વિગેરે ઉપર હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરીયાદ થતા પોલીસે ઓસમાણ ભેસલીયા ડાડુ ભેંસલીયા, ઉમર ભેંસલીયા ઉપરાંત અન્ય ત્રણ પુરૂષો તેમજ બે મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.