Jamnagar તા.25
જામનગર જિલ્લા ના મેઘપર (પડાણા) નજીક ની સગીરા નુ લગ્ન ની લાલચે અપહરણ કરી લઈ જનાર આરોપી ને પોલીસે સોધી કાઢ્યો છે.અને તેની સામે અપહરણ ઉપરાંત દુષ્કર્મ ની કલમ મુજબ ગુનો નોંધવા આવ્યો છે.
ગત તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ મેઘપર (પડાણા) પો.સ્ટે.માં ફરીયાદી નોંધાઇ હતી કે એક સગીર વયની દીકરી (ઉ.વ. ૧૫ વર્ષ ) ને આરોપી એ બદકામ અથવા લગ્ન કરવા ના ઇરાદે લલચાવી ફોસલાવી તેના વાલી ના કાયદેસર ના વાલીપણા માંથી અપહરણ કરી લઈ જઈ ગયો છે . મેઘપર (પડાણા) પો. સ્ટે.ના પો. ઇન્સ. પી.ટી.જયસ્વાલ એ આ અંગે તપાસ શરૂ કરી હતી .પોલીસ ની તપાસ ટીમ એ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ/મોબાઇલ કોલ ડીટેલ્સ આધારે તપાસ કરી ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢી હતા. અને આરોપી સન્ની મુકેશભાઈ સોલંકી( જાતે-દેવીપુજક, ઉ.વ.૨૧, રહે. મોટી ખાવડી ગામ તા.જી.જામનગર ) ની ધરપકડ કરી છે.આરોપી એ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવા થી તેની સામે દુષ્કર્મ અને પોક્સો ની કલમ નો ઉમેરો કરવામાં આવ્યો છે.