Jamnagar તા.૨૫,
જામનગર ના જુના બંદર માં ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા જનાર માછીમાર સામે પોલીસે ગુનો નોંધાયો છે.
હાલ દરિયા માછીમારી કરવા માટે ટોકન મેળવવું ફરજિયાત છે.આમ છતાં સુલતાન મામદ હુશેન ગાધ નામનો બેડી વિસ્તાર નો માછીમાર યુવાન ટોકન મેળવ્યા વિના દરિયામાં માછીમારી કરવા માટે ગયો હતો. અને પરત ફરતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો, અને તેની સામે નિયમભંગ બદલ પોલીસ હેડ કોન્સ્ટેબલ આર બી જાડેજા એ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.