(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૮
Morbi માળિયા નેશનલ હાઈવે પર જૈન સાધ્વી અને તેના સેવકો ચાલીને જતા હતા સેવક વ્હીલચેરમાં જૈન સાધ્વીને બેસાડી જતા હતા ત્યારે બોલેરો ચાલકે પુરઝડપે ચલાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં જૈન સાધ્વી અને સેવિકાને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ગાંધીધામ કચ્છના રહેવાસી નરેશકુમાર નરશીભાઈ મકવાણા (ઉ.વ.૩૭) વાળાએ બોલેરો જીજે ૧૯ વાય ૭૭૬૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ જુલાઈના રોજ સવારના છ વાગ્યે ફરિયાદી નરેશ, તેના માતા રતનબેન નરશીભાઈ મકવાણા અને જૈન સાધ્વી મહાસતીજી સ્મૃતિબાઈ સ્વામી બધા હરીપર ગામ જૈન વિહારધામથી પગપાળા ચાલીને સુરજબારી ખાતે આવેલ જૈન વિહારધામ જવા નીકળ્યા હતા માતા રતનબેન મહાસતીજી સ્મૃતિબાઈ સ્વામીની વ્હીલચેર ચલાવતા હતા અને ફરિયાદી નરેશ તેની પાછળ ચાલતો હતો સાડા સાતેક વાગ્યે માળિયા ચેક પોસ્ટથી આગળ બ્રીજ પાસે પહોંચતા પાછળથી આવતી બોલેરો પીકઅપ ચાલકે માતા રતનબેન અને મહાસતીજીને પાછળથી આવીને ઠોકર મારી હતી જે અકસ્માતમાં માતા રતનબેનને હાથ અને પગ તેમજ કમરમાં તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી અને મહાસતીજીને માથાના તેમજ હાથ પગમાં સમાન ઈજા પહોંચી હતી માળિયા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
ટ્રેલરે પાછળથી ઠોકર મારતા કારચાલક વકીલને ઈજા પહોંચી
કચ્છ Morbi નેશનલ હાઈવે પર હરીપર ગામના પાટિયા નજીક ટ્રેલર ચાલકે આગળ જતી કારને ઠોકર મારી હતી ટ્રેલરે પાછળથી ઠોકર મારતા કારના ચાલક વકીલને કરોડરજ્જુના ભાગે મુંઢ ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
કચ્છના અંજારના રહેવાસી નટુભા વેલુભા રાઠોડ (ઉ.વ.૬૫) વાળાએ ટ્રેઇલર આરજે ૦૭ જીઈ ૪૮૧૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યે ફરિયાદી પોતાની બલેનો કાર જીજે ૧૨ એફબી ૬૨૫૯ લઈને કચ્છ મોરબી નેશનલ હાઈવે પરથી જતા હતા ત્યારે હરીપર ગામના પાટિયા આગળ પાછળથી આવતા ટ્રેઇલર ચાલકે કારને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી નટુભા રાઠોડને કરોડરજુના ભાગે સામાન્ય મુંઢ ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

