(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૮
Morbi જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ આપઘાત અને અપમૃત્યુના સાત બનાવો નોંધાયા છે જીલ્લામાં સાત બનાવોમાં બાળક સહીત કુલ સાત વ્યક્તિના મોત મામલે પોલીસ ટીમોએ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મૂળ એમપીના વતની હાલ મોરબીના રાજપર ચાચાપર રોડ પર સદ્ગ્ુારુ કોટન પ્રાઈવેટ લીમીટેડમાં રહીને કામ કરતા કમલેશ રકસિંહ મંડલોઈ (ઉ.વ.૨૪) નામના યુવાને લેબર કોલોનીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો બીજા બનાવમાં મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા પીન્કીભાઈ રવિભાઈ દુડવે (ઉ.વ.૭) વાળાને ઉલટી થતા ગળામાં શ્વાસ રૂંધાય જતા મોત થયું હતું ત્રીજા બનાવમાં દાહોદના વતની હાલ મોરબી ક્રિષ્ના હોસ્પીટલની હોસ્ટેલમાં રહેતી નર્સ નિસરતા પ્રીયંકાબેન રમેશભાઈ (ઉ.વ.૨૦) નામની યુવતીએ પોતાની જાતે ઇન્જેક્શન લગાવી લેતા ક્રિષ્ના હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવારમાં યુવતીનું મોત થયું છે
ચોથા બનાવમાં મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ધ્રુવીબેન જગદીશભાઈ વરમોરા (ઉ.વ.૨૨) નામની યુવતીનું પોતાના ઘરે કોઈ કારણોસર મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની વધુ તપાસ ચલાવી હતી પાંચમાં બનાવમાં વાંકાનેર બાઉન્ડ્રી ચોટીલા રાજકોટ હાઈવે પરથી અજાણ્યા પુરુષ આશરે ૫૫ વર્ષ વાળો બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા
છઠ્ઠા બનાવમાં મૂળ છોટા ઉદેપુરના વતની હાલ હળવદ તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં રહીને મજુરી કરતા ઇતાબેન ગોવિંદભાઈ રાઠવા (ઉ.વ.૩૨) નામની પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા હળવદ બાદ મોરબી સારવાર માટે ખસેડાઈ હતી અને રાજકોટ વધુ સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં પરિણીતાનું મોત થયું હતું મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે તેમજ સાતમાં બનાવમાં મૂળ છોટા ઉદેપુર હાલ ટીકર ગામની સીમમાં મજુરી કરતા સંજય કાન્તીયાભાઈ ભીલ (ઉ.વ.૧૮) નામના યુવાનને વાડીએ રાત્રીના સમયે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા સારવાર દરમીયાન મોત થયું હતું પોલીસે તમામ બનાવો મામલે તપાસ હાથ ધરી છે

