(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૮
રાજપર (કુન્તાસી) ગામના મહિલા સરપંચ વિશે બે ઇસમોએ અપમાનજનક શબ્દો બોલી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગમે ત્યારે સસ્પેન્ડ કરાવી નાખીશ તેવી ગર્ભિત ધમકી આપી હતી અને પંચાયત ઓફીસના પગથીયા ચડતા ચડતા આજની મીટીંગમાં કોઈ નિર્ણય થવા દેવો નથી અને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવીને જ રહેવી છે તેવી ધમકી આપી હતી
Morbiના રાજપર (કુંતાસી) ગામના સરપંચ નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી ડો ઓફ રાજુભાઈ ગંગારામભાઈ વસાવાએ આરોપીઓ મનસુખ અવચર દેત્રોજા અને સંદીપ ખીમજીભાઈ મેંદપરા રહે બંને રાજપર (કું.) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૦૬-૨૦૨૬ ના સવારના દશેક વાગ્યે તેમજ ત્રણેક માસ પૂર્વે. ફરિયાદી પોતાની ગામની દુકાનેથી ચીજવસ્તુ લઈને ઘરે પરત આવતા હતા ત્યારે આરોપી મનસુખે ગોધરી ગામની થોડી સરપંચ હોય, આ ભીલડીને હું ગમે ત્યારે સસ્પેન્ડ કરાવી નાખીશ તેમ બોલી ગર્ભિત ધમકી આપી હતી અને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી
તેમજ બંને ઇસમો પંચાયત ઓફીસના પગથીયા ચઢતા ચઢતા ફરિયાદીને આજની મીટીંગમાં કોઈ નિર્ણય થવા દેવો નથી અને ગોધરી-ભીલડીને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવીને જ રહેવી છે તેમ બોલી ગર્ભિત ધમકી આપી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયદ નોંધી વધુ તપાસ ચલાવી છે

