Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shanaya Kapoor નું નવું ગીત રિલીઝ, મિત્રો સુહાના ખાન અને અનન્યા પાંડેએ પ્રશંસા કરી

    June 13, 2025

    Diljit Dosanjh ની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ, આ મુદ્દો પાકિસ્તાન સાથે સંબંધિત છે

    June 13, 2025

    Babar, Rizwan અને શાહીનને ટી ૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવશે?

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shanaya Kapoor નું નવું ગીત રિલીઝ, મિત્રો સુહાના ખાન અને અનન્યા પાંડેએ પ્રશંસા કરી
    • Diljit Dosanjh ની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ, આ મુદ્દો પાકિસ્તાન સાથે સંબંધિત છે
    • Babar, Rizwan અને શાહીનને ટી ૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવશે?
    • Shreyas Iyer નું ખરાબ નસીબ, ૨ અઠવાડિયામાં બીજી ફાઇનલ હારી
    • Finn Allen T20 cricket ની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્‌સમેન બની ગયો
    • George Munsey એ સ્કોટલેન્ડ માટે ૧૫૦ બોલમાં ૧૯૧ રનની શાનદાર ઇનિંગ રમી
    • Netherlandક્રિકેટ ટીમે સ્કોટલેન્ડ સામે ૩૭૦ રનના લક્ષ્યનો પીછો કરીને અજાયબીઓ કરી
    • તંત્રી લેખ…ભ્રષ્ટાચાર કેવી રીતે નિયંત્રિત થશે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જયરાજ સિંહ અને પોલીસે દબાણ કરી નિવેદન લખાવ્યા: સગીરાના આક્ષેપ
    સૌરાષ્ટ્ર

    જયરાજ સિંહ અને પોલીસે દબાણ કરી નિવેદન લખાવ્યા: સગીરાના આક્ષેપ

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gondal,તા.10

    ગોંડલ પંથકમાં ચકચાર જગાવનાર રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં જેની પર હનિટ્રેપનો આરોપ મૂકવામાં આવ્યો છે તે સગીરાએ ગંભીર આક્ષેપો સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ ચોંકાવનારૂં નિવેદન આપ્યું કે, ‘પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પોલીસે દબાણ લાવીને મારી પાસે નિવેદન લખાવ્યા હતા. મારી પર દુષ્કર્મ થયું છે, પણ પોલીસ મને જ ખોટી રીતે ફસાવી રહી છે. મને હેરાન કરીને છ લોકો વિરૂધ્ધ બોલવા મજબૂર કરી હતી. મને જીવનું જોખમ છે.’

    ચકચારી પ્રકરણમાં સમયાંતરે અનેક આક્ષેપબાજી ચાલુ છે ત્યાં આજે હનિટ્રેપ કેસની આરોપી સગીરાએ તેણીના વકીલ સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ ચોંકાવનારૂ નિવેદન નોંધાવતા જણાવ્યું કે, ‘મૃતક અમિત ખૂંટ દ્વારા કેફી પીણું પીવડાવીને મારા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને પછી મેં ફરિયાદ કરતા પોતે આપઘાત કરી લીધો છે. તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હનીટ્રેપના આક્ષેપ ખોટા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના માણસો દ્વારા ખુબ દબાણ કરીને મને ૬ લોકો અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતનાં નામ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં અનિરૂદ્ધસિંહ કે રાજદીપસિંહ જાડેજાને હું ઓળખતી પણ નથી. આજે મારાં અને મારા પરિવારનાં જીવને જોખમ છે, અમને સુરક્ષા મળે એવી મારી માગ છે.’

    મેજિસ્ટ્રેટ સમક્ષ વકીલ મારફતે સગીરાએ નિવેદન નોંધાવવા સાથે આ કેસમાં પીડિતા સગીરાની ગેરકાયદે અટકાયત, અપહરણ, ધાક-ધમકી આપવી સહિતની કલમ હેઠળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેના પુત્ર ગણેશ જાડેજા તેમજ ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ. ડી. પરમાર તેમજ રાજકોટ શહેરના ઝોન-૨ના ડીસીપી  જગદીશ બાંગરવા તેમજ એ-ડિવિઝનના પોલીસ અધિકારી સહિતના વિરૂદ્ધ અલગથી ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.

    રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ ગત તા. 3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે ‘મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.’ મૃતક અમીત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી રાજકીય રંગ લાગતા મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

    આજે સગીરાએ નિવેદનમાં કહ્યું કે, ‘મને હેરાન કરીને ખોટુ બોલવા મજબુર કરાઇ હતી. જયરાજસિંહ અને પોલીસ મને નિવેદન અપાવતા હતા અને દબાણ કરતા હતા કે તું છ-સાત વ્યકિતઓના નામ આપી દે એટલે તારૂ નામ આરોપીમાંથી નીકળી જશે. તને આજીવન ખર્ચ આપીશું. આ રીતે દબાણ કરી નિવેદન લખાવતા હતા.’

    રીબડાના અમિત ખૂંટે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ આપઘાત કર્યો હતો. એ પહેલાં તેણે એક સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં અનિરૂદ્ધસિંહ, રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે અને આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી વિરૂદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આરોપીઓ પોતાની ધરપકડથી બચવા દેશ છોડીને જતા રહ્યાનું અનુમાન છે.

    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shanaya Kapoor નું નવું ગીત રિલીઝ, મિત્રો સુહાના ખાન અને અનન્યા પાંડેએ પ્રશંસા કરી

    June 13, 2025

    Diljit Dosanjh ની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ, આ મુદ્દો પાકિસ્તાન સાથે સંબંધિત છે

    June 13, 2025

    Babar, Rizwan અને શાહીનને ટી ૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવશે?

    June 13, 2025

    Shreyas Iyer નું ખરાબ નસીબ, ૨ અઠવાડિયામાં બીજી ફાઇનલ હારી

    June 13, 2025

    Finn Allen T20 cricket ની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્‌સમેન બની ગયો

    June 13, 2025

    George Munsey એ સ્કોટલેન્ડ માટે ૧૫૦ બોલમાં ૧૯૧ રનની શાનદાર ઇનિંગ રમી

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shanaya Kapoor નું નવું ગીત રિલીઝ, મિત્રો સુહાના ખાન અને અનન્યા પાંડેએ પ્રશંસા કરી

    June 13, 2025

    Diljit Dosanjh ની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ, આ મુદ્દો પાકિસ્તાન સાથે સંબંધિત છે

    June 13, 2025

    Babar, Rizwan અને શાહીનને ટી ૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવશે?

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.