America,તા.10
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું છે કે દેશની નોકરીઓ પર પહેલો હકક અમેરિકી લોકોનો જ રહેશે અને વિદેશી દગાબાજોને સ્થાનિક લોકોના અધિકાર નહીં છીનવવા દેવામાં આવે.
આ સંકલ્પ અંતર્ગત અમેરિકી શ્રમ વિભાગે એચ-1 બી વીજા કાર્યક્રમનો દુરૂપયોગ કરનાર શંકાસ્પદ વિદેશી ઠગો સામે વ્યાપક તપાસ શરૂ કરી દીધી છે અને તેમને કાનૂની સમન ઈશ્યુ કરાયા છે.
વિસ્કોન્સિનના મિલવૌકીમાં વેન્સે કહ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન આ નકકી કરવા માટે પ્રતિબધ્ધ છે. વેન્સે કહ્યું હતું, આ કાર્યક્રમની શરૂઆત અત્યંત કુશળ વિદેશી વ્યાવસાયિકો જેમ કે વૈજ્ઞાનિકો, ડોકટરો અને આઈટી વિશેષજ્ઞોને દેશમાં લાવવા માટે કરાઈ હતી.
એચ-1 બી વીઝામાં ભારતીય સૌથી આગળ
આ ઘટનાક્રમ ભારત માટે મહત્વનું છે કારણ કે ભારતીય ટેકનોલોજી, એન્જિનિયરીંગ, સ્વાસ્થ્ય સેવા અને નાણા ક્ષેત્રોના વ્યાવસાયિકો માટે આ વીઝા અમેરિકામાં રોજગાર મેળવવાનું મુખ્ય અમેરિકામાં દર વર્ષે મળતા એચ-1 વન બી વીઝામાં ભારતીયોની ભાગીદારી સૌથી મોટી હોય છે.

