Indore, તા.૨૭
ભારતીય ઝડપી બોલર અને સૌરાષ્ટ્રના અનુભવી ખેલાડી જયદેવ ઉનડકટે પોતાની બોલિંગને બદલે બેટિંગથી ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તમિલનાડુ સામે રમાયેલી મેચમાં ૧૧મા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા ઉનડકટે ૨૬ બોલમાં ૪૦ રન બનાવીને પુરુષોના ટી-૨૦ ક્રિકેટમાં ૧૧મા નંબરના બેટ્સમેન તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે.
અગાઉ પુરુષોના ટી-૨૦ ક્રિકેટમાં ૧૧મા ક્રમે સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ઇંગ્લેન્ડના ડેની બ્રિગ્સના નામે હતો, જેણે બિગ બેશ લીગ (૨૦૨૦)માં એડિલેડ સ્ટ્રાઇકર્સ તરફથી રમતા ૧૮ બોલમાં ૩૫ રન બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટરોની વાત કરીએ તો, આ રેકોર્ડ અગાઉ મુનાફ પટેલ (ૈંઁન્ ૨૦૦૯માં ૨૩ રન) તેમજ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સંયુક્ત રીતે પંકજ જસ્વાલ અને પ્રશાંત સોલંકી (૨૩-૨૩ રન)ના નામે હતો. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં તમિલનાડુએ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૯૨ રન બનાવ્યા હતા. ૧૯૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે માત્ર ૯૨ રનના સ્કોર પર ૯ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ૧૧મા ક્રમે આવેલા જયદેવ ઉનડકટે ચેતન સાકરિયા સાથે મળીને ૧૦મી વિકેટ માટે ૬૨ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. જોકે, સૌરાષ્ટ્રની ટીમ ૧૬.૪ ઓવરમાં ૧૫૪ રનમાં ઓલઆઉટ થઈ જતાં ૩૮ રનથી મેચ હારી ગઈ હતી. ટુર્નામેન્ટની શરૂઆતમાં સતત ચાર જીત બાદ સૌરાષ્ટ્રનો આ સતત ત્રીજો પરાજય છે.
્૨૦ ક્રિકેટમાં ૧૧મા ક્રમે સૌથી મોટી ઇનિંગ્સ
જયદેવ ઉનડકટ (સૌરાષ્ટ્ર)ઃ ૪૦ રન (૨૬ બોલ) – ૨૦૨૬
ડેની બ્રિગ્સ (એડિલેડ સ્ટ્રાઇકર્સ)ઃ ૩૫ રન (૧૮ બોલ) – ૨૦૨૦
ડોમિનિક ડ્રેક્સ (સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સ)ઃ ૩૪ રન (૧૪ બોલ)

