Ahmedabad, તા.૨૭
ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે આગામી સાત દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ લગભગ યથાવત રહેશે. અમદાવાદમાં આગામી બે દિવસ લઘુતમ તાપમાન ૧૬થી ૧૭ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
બીજી તરફ ૧૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલી અને ડીસામાં ૧૪.૮ ડિગ્રી, વડોદરામાં ૧૫.૮ ડિગ્રી, ભુજમાં ૧૭.૪ ડિગ્રી, અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી અને ભાવનગરમાં ૧૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા છતાં રાજ્યના હવામાન પર તેની મોટી અસર થવાની શક્યતા નથી. એટલે આગામી એક સપ્તાહ સુધી ઠંડીમાં મોટા ઉતાર-ચઢાવ વગર વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ લગભગ યથાવત રહેવાની સંભાવના છે.
રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નલિયા સૌથી ઠંડું રહ્યું છે. અહીં ૧૧.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમરેલી અને ડીસામાં ૧૪.૮ ડિગ્રી, વડોદરામાં ૧૫.૮ ડિગ્રી, અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી, ભુજમાં ૧૭.૪ ડિગ્રી અને ભાવનગરમાં ૧૮.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ૧૬થી ૧૭ ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે શહેરમાં ઠંડીનું પ્રમાણ હાલના સ્તરે જળવાઈ રહેવાની શક્યતા છે. તાપમાનમાં મોટો ઘટાડો કે વધારો થવાના સંકેત નથી. હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જોકે આ બંને હવામાન પ્રણાલીઓની ગુજરાતના વાતાવરણ પર કોઈ મોટી અસર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. ઠંડીમાં પણ મોટા ઉતાર-ચઢાણ જોવા મળે તેવી શક્યતા નથી. આમ ગુજરાતમાં હાલ જે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે તે આગામી સાત દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના છે.

