(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૦
જુના ઘૂટું રોડ પરની ફેકટરીમાં રહીને મજુરી કરતા ૨૩ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ ઝીલટોપ સિરામિકમાં રહીને મજુરી કરતા બિજેન્દ્રસિંહ નારાયણસિંહ (ઉ.વ.૨૩) નામના યુવાને ગત રાત્રે ૧૦ કલાકે પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

