5 ગ્રામપંચાયત ચૂંટણી માં સરપંચ પદ માટે 13 ઉમેદવાર મેદાન માં
Vadiy,તા.11
નાનકડા એવા ખાન ખીજડીયા ગામે સરપંચ પદ માટે ચાર ઉમેદવાર મેદાન માં
સમગ્ર રાજ્યમાં હાલ ગ્રામપંચાયત ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમરેલી જિલ્લા ના ગ્રામીણ તાલુકા એવા વડિયા કુંકાવાવ માં સાત ગ્રામપંચાયત ની ચૂંટણીઓ યોજાનાર હતી. આ સાત ગ્રામપંચાયત માંથી બે ગ્રામપંચાયત બિનહરીફ (સમરસ ) બની હતી. આ સમરસ ગ્રામપંચાયત માં ખજૂરી ગ્રામપંચાયત ના સરપંચ પદે કલ્પનાબેન હસમુખભાઈ વાળા અને જીથુડી ગ્રામપંચાયત ના સરપંચ પદે હિંમતભાઈ લવજીભાઈ રામાણીની બિન હરીફ વરણી થઈ છે. બાકી રહેલી પાંચ ગ્રામપંચાયત જેમા દેવલકી,ખાનખીજડીયા,માયાપદર,ભૂખલી સાંથળી,દડવા રાંદલ માં ચૂંટણી યોજાશે આ પાંચ ગ્રામપંચાયત માં હાલ સરપંચ પદ માટે 13(તેર) ઉમેદવારો મેદાન માં છે. જેમા સૌથી વધુ ખાન ખીજડીયા ગામમાં ચાર ઉમેદવારો મેદાન માં છે, દેવલકી માં ત્રણ અને માયાપદર માં બે,ભૂખલી સાંથળી માં બે અને દડવા રાંદલ માં બે ઉમેદવારો મેદાન માં છે.