Tehran તા.13
ઈઝરાયેલના ઈરાન પર ભીષણ હુમલાને પગલે નવુ ભૌગોલિક ટેન્શન સર્જાયુ છે ત્યારે સાઉદી અરેબીયા ઈરાનની પડખે આવ્યુ છે અને ઈઝરાયેલી હુમલાને વખોડયો છે.
સાઉદી વિદેશમંત્રીએ ટવિટ કરીને કહ્યું કે ઈઝરાયેલનો હુમલો ઈરાનના સાર્વભૌમત્વ પર આક્રમણ છે. આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોનો ખુલ્લો ભંગ છે.
સાઉદી અરેબીયા તેને વખોડે છે અને આક્રમણ રોકવાની જવાબદારી નિભાવવા સુરક્ષા પરિષદ તથા આંતરરાષ્ટ્રીય સમુદાયને આગ્રહ કરે છે.